વલસાડમાં ભારે વરસાદથી ૨૦૦ વર્ષ જૂનું મકાન ધરાશાયી
વલસાડ, વલસાડ જિલ્લામાં સોમવારે દિવસભર વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો હતો. ઉમરગામમાં ધોધમાર વરસાદના માહોલમાં બાજુમાં આવેલા નારગોલ ગામમાં ૨૦૦ વર્ષ જૂનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું.
જાેકે, આ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. નારગોલના કારભારી પારસી પરિવારની માલિકીનું ૨૦૦ વર્ષથી વધુ જૂનું મકાન વરસાદી માહોલમાં ધરાશાયી થઇ જતા બાજુમાં રહેતા પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા.
હજુ પણ આ જર્જરિત મકાનો કાટમાળ અડધો લટકી રહ્યો છે. મકાનનો અડધો ભાગ હજુ તૂટવાની રાહ જાેઈ રહ્યો છે. ભારે વરસાદના માહોલમાં તૂટી પડેલા મકાનને કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. લોકોએ મકાન તૂટી પડવાની જાણ સંબંધિત વિભાગને કરી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને આસપાસના વિસ્તારમાં દિવસભર વરસેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કેટલાક જગ્યાએ મકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નારગોલમાં ૨૦૦ વર્ષ જૂનું મકાન તૂટી પડતાં આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
મળતી માહિતી મુજબ આ મકાન વર્ષોથી બંધ અને જર્જરિત હાલતમાં હતું. મકાનમાં કોઈ રહેતું નહીં હોવાથી આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઈ ન હતી. જેના પગલે લોકોએ અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે વલસાડ જિલ્લામાં ધબધબાટી બોલાવી હી. ઉમરગામમાં એક જ દિવસમાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો.
જેના કારણે જનજીવનને અસર પહોંચી હતી. ભારે વરસાદથી લોકો ઘરોમાં કેદ થયા છે હતા. બીજી તરફ રોડ અને રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા.SS1MS