વલસાડમાં માત્ર એક જ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો
વલસાડ જિલ્લામાં ધો -12 સાયન્સનું 58.24% પરિણામ જાહેર થયું.
વલસાડ ,38 વિદ્યાર્થીઓ A-2માં, 157 વિદ્યાર્થીઓ B-1 અને 337 વિદ્યાર્થીઓ B-2ગ્રેડ મેળવ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે સવારે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો 12 સાયન્સનું ઓનલાઇન પરિણામ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી.
તો કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.વલસાડ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતા જિલ્લા 3997 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 38 વિદ્યાર્થીઓ A2માં, 157 વિદ્યાર્થીઓ B1 અને 337 વિદ્યાર્થીઓ B2ગ્રેડ મેળવ્યો હતો.
658 વિદ્યાર્થીઓ C1માં અને 480 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 294 વિધાર્થીઓ D ગ્રેડમાં અને 3 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લાનું 58.24% પરિણામ જાહેર થયું હતું. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત ઓફલાઈન લેવાયેલી પરીક્ષા નુ પરિણામ જાહેર થયું હતુ