વલસાડમાં સગાઈ બાદ યુવતીને ગર્ભવતી બનાવી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા

વલસાડ: વલસાડ જિલ્લાના દરિયાકિનારે આવેલા એક ગામમાં એક યુવતી સાથે સગાઈ કરી અને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી અને ગર્ભવતી બનાવવા બાદ તરછોડી દેવામાં આવી હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ વલસાડ રૂરલ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.
મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના એક ગામમાં રહેતી એક યુવતી એ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં ફરિયાદી પીડિતાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ગામમાં રહેતા સેહુલ ટંડેલ નામના એક યુવકે વર્ષ ૨૦૧૧ની ફેબ્રુઆરી મહિનામાં તેની સાથે સગાઈ કરી હતી.
ત્યારબાદ આ યુવતીને અવારનવાર તેના ઘરે લઇ જઇ અને પત્ની તરીકે પણ રાખતો હતો. વર્ષ ૨૦૧૧ માં બંને પરિવારના સંમતી બાદ સગાઈ બાદ આરોપી સુહેલ ટંડેલે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આથી યુવતી ગર્ભવતી પણ થઈ ગઈ હતી પરંતુ લોકલાજ ના બીકે આરોપી આરોપી ટંડેલે યુવતીને ગર્ભપાત કરવા મજબૂર બનાવી હતી. આથી તેણીએ ગર્ભપાત પણ કરાવી લીધો હતો.અને આમ સગાઈ કર્યા બાદ યુવતીને પત્ની તરીકે ઘરમાં રાખી અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. વર્ષ ૨૦૨૦ ના ફેબ્રુઆરી મહિનામાં આરોપી શું સુહેલ ટંડેલ શિપમાં નોકરી કરવા ગયો હતો. પરંતુ કોરોનાના કારણે નવેમ્બર મહિનામાં તે પરત આવ્યો હતો અને ત્યારબાદ પણ યુવતી અને તેના ઘરે બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જાેકે, ત્યારબાદ આરોપીએ પીડિતા ને જણાાવ્યું હતું કે અને અન્ય યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે.
આથી પીડિતાને અન્યાય થતા આરોપી સેહુલ ટંડેલે તેને પત્ની તરીકે વર્ષો સુધી રાખ્યા બાદ લગ્નની લાલચ આપી અને અવાર નવાર દુષ્કર્મ આચરી તેને તરછોડી દેવાના આક્ષેપ સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી . આથી વલસાડ પોલીસે આરોપી સેહૂલ ટંડેલ ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ વલસાડના કાંઠા વિસ્તારમાં એક યુવતી સાથે સગાઈ કર્યા બાદ યુવતીને પત્ની તરીકે વર્ષો સુધી રાખ્યા બાદ તને તરછોડી દેવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.આથી પોલીસે હવે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.