વલસાડી હાફૂસ સહિતની કેરીનો પાક ઓછો થવાની ભીતિ

Files Photo
કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર !
છેલ્લા ચાર-પાંચ વર્ષથી કેરી સિઝનમાં પાકને નુકશાન થતા ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા હતા
વલસાડ,
દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડી હાફૂસ સહિત કેરીનો પાક ગ્લોબલ વોર્મિગ અને વાતાવરણમાં થતા ફેરફારને આ વર્ષે પણ ઓછો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. વૃક્ષ પર શરૂઆતના તબક્કામાં મંજરી ફુટયા બાદ ખેડૂતોએ વધુ પાક થવાની આશા સાથે સમાંયતરે જતુંનાશક દવાનો છંટકાવ કરવા છતા જતુંના ઉપદ્રવને કારણે નુકસાન ભીતિ વ્યક્ત થઇ રહી છે.વલસાડ જિલ્લામાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફુટી નિકળતા ખેડૂતો ગેલમાં આવી જઇ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશા સાથે તનતોડ મહેનત કરવા મંડી પડ્યા હતા.
પરંતુ વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ, અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો. વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમાંયતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહી થવાથી જંતુઓના ઉપદ્રવને લઇ ખેડૂતોની ચિંતા વધારી છે. એટલું જ નહી પણ પાકને નુકશાનની પણ ભિતિ વર્તા રહી છે.
આમેય છેલ્લા ચાર-પાંચ વર્ષથી કેરી સિઝનમાં પાકને નુકશાન થતા ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા હતા. આ વર્ષે પણ કેરીનો પાક ઓછો થશે એવું ખેડૂતો માની રહ્યા છે.વલસાડના પાલણના એક ખેડૂતે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આબાવાડીમાં ચાર તબક્કામાં મોર આવવા છતાં ખરાબ વાતાવરણને કારણે નામાંકિત જતુંનાશક દવાનો છંટકાવ છતાં ઝાઝી અસર નહી થતા જંતુ પર કાબુ મેળવી શકાતો નથી. જેને કારણે આ વર્ષે કેરીનો પાક ઓછો થશે અને અછત વર્તાશે એમ ઉમેરી જંતુનાશક કંપની પર શંકા ઉભી થાય છે.SS1