વલસાડ આઇઆઈએફએલ ખાતે થયેલી 7 કરોડ ની લૂંટ ના આરોપી ની ATS એ કરી ધરપકડ
અમદાવાદ,
વલસાડ ખાતે IIFL ખાતે થયેલ 7 કરોડની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો જે મામલે ગુજરાત ATS એ 2 ઇસમની ધરપકડ કરી છે . જેમાંજાણવા મળ્યું છે કે બંને ઈસમો ખૂન , લૂંટ , ખંડણી , ધાડ જેવા ગંભીર ગુનાહમાં સંડોવાયેલા છે અને છોટા રાજન ગેંગના સક્રિય સભ્યોપણ છે ..
જાન્યુઆરી 2020 માં સેલવાસ રોડ ઉપર આવેલ ચંદ્ર લોક કોમ્પલેક્ષના પહેલા માટે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં2 અજાણ્યા ઈસમોએ રિવોલ્વર તથા છરી સાથે આવીને ડરાવી ધમકાવી ફરિયાદીને માથામાં મારી તથા મોઢા પર સેલોટેપ બાંધીતિજોરીમાં રાખેલા ગ્રાહકોના સોનાના દાગીના તથા રોકંડ રકમ અંદાજે સાત કરોડ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હતા .. જે મામલેવલસાડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો … મામલે
ATS દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ લૂંટ , હત્યા , ધાડ , ખંડણી જેવા ગંભીર ગુનામાંસામેલ છે.જે પૈકી આરોપી સંતોષ નાયકે છોટા રાજનના કહેવાથી દાઉદ ગેંગના ક્યયુમ કુરેશી તથા ઇકબાલ ફુટરાની હત્યા કરેલ હતી , કાલુ હમામે 1993 માં ખેતવાડીના ધારાસભ્ય પ્રેમકુમાર શર્માની પણ હત્યા કરેલ હતી..આ ઉપરાંત અનેક ગુનાઓમાં બંને સામેલ છે ..
હાલ કાલુ હમામ ATS ની કસ્ટડીમાં છે જ્યારે સંતોષ નાયકને પોલીસ ટ્રાન્સફર વૉરન્ટના આધારે અમદાવાદ લાવી રહી છે જે બાદ બંનેનીપૂછપરછ કરવામાં આવશે અને વલસાડ પોલીસને બંને આરોપી સોંપવામાં આવશે .