Western Times News

Gujarati News

વલસાડ આર.એમ.વી.એમ. દેસાઈ વિદ્યાધામમાં સાયકલ વિતરણ કરાઈ

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડની અંગ્રેજી માધ્યમની શાળા આર.એમ.વી.એમ દેસાઈ વિદ્યાધામમાં રાજય સરકારની સરસ્વતિ સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદ ચંદ્ર મગનલાલ દેસાઈ- મંત્રી દોલતભાઈ જી. દેસાઈના વરદ હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. શાળાની અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ અપાતા આનંદની લાગણી જાવા મળી. પ્રમુખ એ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લગાવીને ભણવા પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિવારે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.