વલસાડ આહિર સમાજ દ્વારા રમાયેલી ઓપન ક્રિકેટ ટુર્ના.માં વલસાડ ક્રિષ્ના ઈલેવન ચેમ્પિયન
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ આહિર સમાજ દ્વારા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ વલસાડની આવાબાઈ હાઈસ્કુલના મેદાનમાં રમાડવામાં આવી હતી. જેમાં ઉમરગામથી ભરૂચ સુધીની સમાજની ૮ ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ વલસડની ક્રિષ્ના ઈલેવન અને વલસાડની સાઈકૃપા ઈલેવન વચ્ચે રમાતા ક્રિષ્ના ઈલેવન ચેમ્પિયન બની હતી.
વલસાડ આહિર સમાજ યુવા અગ્રણી અને ભાગડાવડા ગ્રામપંચાયતના ડે. સરપંચ ગૌરવભાઈ આહિરના નેજા હેઠળ ઉમરગામથી ભરૂચ સુધીના વિસ્તારમાં વસતા આહીર સમાજની એકતા- ભાઈચારા માટે વલસાડ આહિર સમાજ દ્વારા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વલસાડ નવસારી જીલ્લો, સુરત જીલ્લો, ભરૂચ જીલ્લામાંથી સમાજની ૮ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઈનલ મેચ વલસાડની બે ટીમોમાં વલસાડ ક્રિષ્ના ઈલેવન અને સાંઈકૃપા ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં વલસાડની ક્રિષ્ના ઈલેવન ચેમ્પિયન બની હતી. જયારે સાઈકૃપા ઈલેવન રનર્સઅપ બની હતી. ચેમ્પિયન બનેલી ક્રિષ્ના ઈલેવન ટીમને ભાગડાવડા ગામના ડે. સરપંચ ગૌરવ આહિર વલસાડ પાલિકા પ્રમુખ પંકજભાઈ આહિરના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી. અને રનર્સઅપ થયેલી સાઈકૃપા ઈલેવનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા ભાગડાવડા ગામના ડે. સરપંચ ગૌરવ આહિર, પ્રિયાંક આહિર, દિપક આહિર તથા આહિર યુવાનો અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.*