વલસાડ કસ્તુરબા હોસ્પિટલની ૭૫માં વર્ષની ઉજવણી સાથે રક્તદાન કેમ્પ યોજાયો
(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ)વલસાડ, કસ્તુરબા હોસ્પિટલની ૭૫ વર્ષની ઉજવણીની સાથે વિશ્વ રક્તદાન દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત સંસ્થાના એડમિનિસ્ટર પરિતોષ જાષીએ પ્રથમ રક્તદાન કરીને સ્ટાફને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી. વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે પડી રહેલી રક્તની અછતને પહોંચી વળવા માટે ખાસ રક્તદાન દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.*