વલસાડ ખાતે ક્રિએટિવ સ્કીલ ડેવેલોપમેન્ટ વર્કશોપ યોજાયો
વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ (Valsad Bai Awabai highschool) ખાતે આર્ટ ઇન્ફાઇટ (Art Infight) દ્વારા આર્ટિસ્ટ્રી ઇવેન્ટ અંતર્ગત આર્ટ થકી ક્રિએટિવ સ્કીલ ડેવેલોપમેન્ટ (Creative Skill Development) (સર્જનાત્મક શક્તિ વિકાસ)નો કાર્યક્રમ તેમજ વર્કશોપ, વ્યાખ્યાન તથા આર્ટ એક્ઝિબિશનનું Exhibition આયોજન કરાયું હતું. આ ઇવેન્ટમાંᅠભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓએ દોરેલા ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં વલસાડની બાઈ આવાંબાઈ હાઇસ્કૂલ, શેઠ આર.જે.જેᅠઅંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ, સરસ્વતી ઇન્ટરનેશનલ, વલ્લભ આશ્રમ Vallabh Ashram, કુસુમ વિદ્યાલય Kusum vidyalaya તથા સરકારી શાળાઓમાં સ્વામી વિવેકાનંદ Swami Vivekanand school અને કુમાર શાળાના Kumar Shala વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
બાળકોની મુખ્ય ટ્રેનિંગ માટે વડોદરા એમ.એસ. યુનિવર્સીટીના M. S. University ફાઈન આર્ટ ફેકલ્ટીમાંથી Fine Arts Faculty પ્રોફેસર અરવિંદભાઇ સુથારે Professor Arvind Suthar ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.વવિધ શાળાઓના આર્ટ ટીચર્સે પણ એક ટિમ બની સહયોગ આપ્યો હતો. ઉમિયા સોશિયલ ટ્રસ્ટનાᅠઅશોકભાઈએ બાળકોને પ્લાસ્ટિક ફ્રી જીવનશૈલી અપનાવવા અંગે સમજણ આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે નાના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને આર્ટ થકી બહાર લાવી નિત્ય વ્યવહારમાં જો લાવવામાં આવે તો તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. કોઈ પણ કાર્યને ક્રિએટિવિટીથી કરવામાં આવે કે કંઇક નવું સર્જન થાય છે અને વિદ્યાર્થીઓને નવી દિશા મળતાં તેઓની કારકિર્દી બનવાની સાથે દેશનું ભવિષ્ય પણ ઉજળું બની શકે છે.
આ કાર્યક્રમમાં કોર્નિકાબેન મુખર્જી, નીતિનભાઈ ચાંપાનેરી,આવાંબાઈ હાઈસ્કૂલના આચાર્ય અશ્વિનભાઈ, ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ફાઇટના ચૈતાલીબેનના સહયોગᅠઉપરાંત એડવોકેટ ચિરાગભાઈ શાષાી, અગ્નિવીર સંસ્થાના રોનક્ભાઇ ત્રિવેદી, ડિલાઇટ પેઇન્ટ્સ નિલેશભાઈ તથા આર્ટ ફાઇનાઇટના જશ આર્ટ ઇન્સ્ટિટયૂટના વાલીઓ તરફથી પણ સહકાર રહ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને રંગો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.