Western Times News

Gujarati News

વલસાડ ખાતે રાજ્‍યકક્ષાના ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્‍ડિયા ટેબલ ટેનીસ સ્‍પર્ધાનો શુભારંભ

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ અને સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લા રમત-ગમત કચેરી વલસાડ દ્વારા નગરપાલિકા સ્‍પોટર્સ કોમ્‍પ્‍લેક્ષ, વલસાડ ખાતે આયોજિત રાજયકક્ષાની ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્‍ડિયા ટેબલ ટેનીસ સ્‍પર્ધાને જિલ્લા કલેકટર સી.આર.ખરસાણના હસ્‍તે રીબીન કાપીને ખુલ્લી મુકાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર દ્વારા ખેલાડીઓને વલસાડની ભૌગોલિક સ્‍થળોનો પરિચય આપી ખેલદિલીપૂર્વક રમવા પ્રોત્‍સાહિત કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ પંકજ આહિરે ખેલાડીઓને આવકારી તેઓ રમતગમત ક્ષેત્રે ઉચ્‍ચ શિખરો સર કરે તેવા આશીર્વચન પાઠવ્‍યા હતા. આભારવિધિ રમત-ગમત અધિકારી મહેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રમતના નોડલ અધિકારી, ટેકનિકલ ઓફિશિયલ તથા નગરજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.