વલસાડ જિલ્લા ડી.એલ.સી.સી.ની ખાસ બેઠક મળી
વલસાડ: વલસાડ જિલ્લા ડી.એલ.સી.સી અને ડી.એલ.આર.સી. કમિટિની ખાસ બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતેની વિજયાબેંકના રીલોકેશન બાબતે પરામર્શ કરી સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં આર.બી.આઇ.ના આસી. જનરલ મેનેજર જે.એસ.કાલરા, નાબાર્ડના અનિલ પુરોહિત, ચીફ મેનેજર રામક્રિષ્ના, લીડ ડિસ્ટ્રિકટ મેનેજેર રાજેશ પટેલ સહિત બેન્કર્સ હાજર રહ્યા હતા.