વલસાડ થી ચોરાયેલી બુલેટ મોટર સાયકલો ભરૂચના શેરપુરા થી મળી આવી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના શેરપુરા ગામ ખાતેથી ચોરીની ત્રણ બુલેટ મોટરસાયકલો સાથે ત્રણને ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝડપી વલસાડની વાહન ચોરીના ભેદ ઉકેલ્યા છે.
ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારમાં એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે તપાસ હાથધરી હતી.પોલીસે ત્રણ જેટલી બુલેટ મોટર સાયકલ કબ્જે કરી ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયા હતા.જેમાં મોહમ્મદ સોહીલ સત્તારભાઈ શેખ રહેવાસી, સોદાગર વાડ જૈન મંદિર પાછળ વેજલપુર,ભરૂચ,અયાઝ અબ્દુલ હક શેખ રહેવાસી,આમેના પાર્ક શેર પુરા,ભરૂચ ની પૂછપરછ માં આ ત્રણે મોટર સાયકલ પરદેશી વાડના મોહસીન શબ્બીર ભાઈ શેખ મારફતે મેળવી હોવાનું જણાયું હતું.
પોલીસે તમામ આરોપીઓ પાસેના બુલેટને પોકેટ કોપ મોબાઈલ થી ચેક કરતા (૧) રોયલ એંફિલ્ડ બુલેટ ક્લાસિક 350,નંબર જીજે 15 બીડી 3802 કિંમત રૂપિયા 80,000 (૨) બ્લેક કલરની પેટ્રોલ ટાંકી સફેદ કલર ની બુલેટ એંફિલ્ડ ક્લાસિક 350 નંબર જીજે 15 બીડી 6282 કિંમત રૂપિયા 60,000 તેમજ (૩)બ્લેક કલરની રોયલ એંફિલ્ડ ક્લાસિક 350 નંબર જીજે 15 બીએસ 3823 કિંમત રૂપિયા 65,000 મળી કુલ કિંમત રૂપિયા 2,05,000 નો મુદ્દામાલ ચોરી કરી વેચાણ કરવા જતાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જેની તપાસ માં આ મોટર સાયકલો વલસાડ રૂરલ પોલીસ મથક માં નોંધાયેલ ત્રણ ચોરીની ફરિયાદની હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણે આરોપીઓ શેરપુરા થી ત્રણ કુવા જવાના રોડ પર આવેલ ચાઈ ની દુકાન પર ભેગા થઈ ચોરીના બુલેટોની લે વેચ ના સોદા કરતા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ આ બુલેટ ચોરી પ્રકરણ માં આવનાર દિવસો માં વધુ આરોપીઓની ધરપકડ કરે તેવી સંભાવનાઓ પણ નકારી શકાય તેમ નથી. આરોપીની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરવામાં આવે તો અન્ય જિલ્લાઓ માં પણ થયેલ બાઇક ચોરી ના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.ત્યારે પોલીસ ની વધુ તપાસ માં શુ બહાર આવે છે તે જોવું રહ્યું.