Western Times News

Gujarati News

વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લાના કુલ-૧૯૮૯ વેપારી એકમોની ચકાસણી

ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દંડ વસુલી

વલસાડઃ મદદનીશ નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી વલસાડ દ્વારા માહે સપ્‍ટેમ્‍બર-૧૯ દરમ્‍યાન ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ અને ગુજરાત લીગલ મેટોલોજી (એન્‍ફોર્સમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૧૧ અન્‍વયે વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લાના કુલ-૧૯૮૯ વેપારી એકમોની ચકાસણી અને મુંદાકનની કામગીરી હાથ ધરી રૂા.૧૮ લાખની ફી વસુલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા અધીકારીની કચેરીના સીની/જુની નિરીક્ષકો દ્વારા શહેર તથા જિલ્લામાં અલગ-અલગ સ્‍થળો ઉપર ચકાસણી દરમિયાન કુલ ૩૬ વેપારી એકમો સામે પ્રોસીકયુશન કેસ કરી રૂા. ૨૭,૪૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત માહ-ઓગસ્‍ટ ૨૦૧૯ દરમ્‍યાન ઉપરોકત તપાસણી અન્‍વયે ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા એક મોબાઇલ કોર્ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના દ્વારા ધરમપુર ખાતે મોબાઇલ કોર્ટ દ્વારા કુલ-૩૧ વેપારી એકમો સામે પ્રોસીકયુશન કેસ કરી રૂા.૨૫,૪૫૦/- નો દંડ સ્‍થળ ઉપર જ વસુલ કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે વિભાગીય નિરીક્ષકો દ્વારા સ્‍વતંત્ર તપાસણી કરતા વલસાડ જિલ્લામાં છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે કુલ-૪ દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.