વલસાડ શહેરમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/VALSAD-1.webp)
વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક
વલસાડ,ગુજરાતમાં ચોમાસું હવે ઢૂંકડું આવી ગયું છે. હવામાન વિભાગે ચાર દિવસ સુધી વરસાદની પણ આગાહી કરી છે. જાેકે, હાલ પડી રહેલો વરસાદ પ્રી-મોન્સૂન વરસાદ છે, એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. બીજી તરફ આજે વહેલી સવારે વલસાડ શહેરમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો છે. બીજી તરફ રાજ્યના લોકો કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેની રાહ જાેઈ રહ્યા છે.
કેરળથી શરૂ થયેલું ચોમાસું હાલ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસું ગોવા સુધી પહોંચી ગયું છે. હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ હોવાથી બહુ ઝડપથી મેઘરાજાની સવારી ગુજરાત આવી પહોંચશે તેવી આશા છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે એકથી બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી જશે. રાજ્યમાં ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેના પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ ગતિવિધિ જાેવા મળશે.અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ શહેરના વાતાવરણમાં આજે શનિવારે સવારે અચાનક પલટો આવ્યો હતો. જે બાદમાં વરસાદ ખાબક્યો હતો.
અચાનક આવેલા વરસાદને પગલે અમુક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. વરસાદ પડતા અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ સારા વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓ પર પાણી પણ ભરાયા હતા. મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો.
વલસાડ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેના પગલે વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ બફારાથી રાહત અનુભવી છે. બીજી તરફ વરસાદ પડતા કેરીના પાક લેતા ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે.SS2KP