વસંત પંચમી ખુશી-ઉમંગ લાવી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે સામાન્ય નાગરીકો પ્રસંગો ઉત્સાહપૂર્વક ઉજવી શકતા નહોતા તો વહેપારીઓને પણ ધંધા-પાણી સારા ચાલતા નહીં હોવાથી ભારે નિરાશાનો માહોલ હતો. પરંતુ આ ‘વસંત પંચમી’ દરેક લોકોના જીવનમાં ઉત્સાહ-ઉમંગ લઈને આવી હોય એવા દ્રષ્યો જાેવા મળી રહ્યા છે. વસંતપંચમી એ વણજાેયુ મુહુર્ત હોવાથી નાગરીકો પણ પોતાના પ્રસંગોને માણી રહ્યા છે. વસંત પંચમીએ રાજયમાં મોટા પ્રમાણમાં લગ્નો હોવાની સાથે વેપારીઓ માટે સારા દિવસો આવ્યા છે.
એક તરફ સરકારની નવી ગાઈડ લાઈનમાં પ્રસંગોને લઈને છૂટછાટ આપવામાં આવતા લગ્નપ્રસંગોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. રસ્તાઓ પર પુનઃ ડી.જે.વાગતા જાેવા મળી રહ્યા છે. તો ઢોલ-બેંડવાજાના તાલે જાનૈયાઓ ઝુમી રહ્યા છે સોના-ચાંદી બજારના વહેપારીઓમાં આશા ઉત્સાહનું મોજુ ફરી વળ્યુ છે. બજારમાં સોના-ચાંદીની ખરીદી નીકળતા છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે જે વેપાર ધંધા ઠપ્પ જેવી હાલમાં મુકાઈ ગયા હતા તેમાં તેજીના વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે.
નવી ગાઈડલાઈન અનુસાર નાગરીકો ખુશ છે તો વેપારીઓ પણ માર્કેટ ખુલતા જાેમમાં છે. કોરોના સંક્રમણ ઘટ્યુ છે. રોજબરોજના કેસમાં ખાસ્સો એવો ઘટાડો થતા લોકોએ હવેે પ્રસંગો પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. થોડા સમય પહેલાં કોરોનાના કેસ વધતા નિયંત્રણો કડક બનાવવામાં આવ્યા હતા.
પરંતુ પુનઃ કેસ ઘટવા લાગતા અને નિયંત્રણો પ્રમાણમાં હળવા થતાં જનજીવન પુનઃ ધબકતુ થવા લાગ્યુ હોય એવા દ્રષ્યો ઠેર ઠેર જાેવા મળી રહ્યા છે.
માર્ગો પર લોકો ડી જે ના તાલે મજા માણી રહ્યા છે. તેની પ્રતિતિ રાજમાર્ગો ઉપર થતી જાેવા મળી રહી છે.