વસતી વધારાનો દર શૂન્ય થઈ જતા ચીનની ઊંઘ ઊડી ગઈ
નવી દિલ્હી: ચીનમાં વસતી વધારાનો દર લગભગ ઝીરો થઈ ગયા બાદ સરકારની ઉંઘ ઉડી ગઈ છે. દેશમાં બાળકોને જન્મ આપનારા દંપતીઓની સંખ્યામાં થયેલો ઘટાડો આના માટે જવાબદાર છે.ચીનનુ કહેવુ છે કે, છેલ્લા એક દાયકામાં ચીનની વસતીમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે.ઓછી થઈ રહેલી વસતીના કારણે દેશમાં કામ કરી શકે તેવા લોકોની સંખ્યા ઘટી રહી છે અને વૃધ્ધોની સંખ્યા વધી રહી છે.જેના પગલે હવે વૃધ્ધો પાછળ થતો સ્વાસ્થ્ય માટેનો ખર્ચ પણ વધશે.
ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરોના કહેવા પ્રમાણે ૨૦૨૦માં પૂરા થયેલા દાયકામાં દેશની વસતીમાં માત્ર ૭.૨૦ કરોડનો વધારો થયો હતો.જેના કારણે ચીનની વસતી વધીને ૧.૪૧ અબજ થઈ હતી.હાલમાં ચીનનો વાર્ષિક વસતી વધારો ૦.૫૩ ટકા એટલે કે ઝીરો બરાબર છે.જે પહેલાના તાયગા કરતા ઓછો છે.ચીને વસતી ઓછી કરવા માટે ૧૯૮૦માં એક બાળકનો કાયદો લાગુ કર્યો હતો.
જાેકે હવે દેશમાં કામ કરી શકે તેવી વયજૂથના લોકોની વસતી ઘટી રહી છે અને સરકાર માટે આ મુદ્દો ચિંતાનો વિષય બની રહ્યો છે.ચીને જાેકે ૨૦૧૭માં વન ચાઈલ્ડ પોલિસીમાં છુટછાટ મુકી હતી .આમ છતા ચીનમાં બર્થ રેટ ઘટી રહ્યો છે.ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરોના અધિકારીઓનુ કહેવુ છે કે, આ સ્થિતિ દેશ માટે સંકટ પેદા કરી શકે છે.
ચીનમાં દર ૧૦ વર્ષે વસતી ગણતરી થાય છે.૨૦૨૦માં થયેલી ગણતરી ડિસેમ્બરમાં પૂરી થઈ હતી.આ માટે ૭૦ લાખ લોકોને સામેલ કરાયા હતા.ચીનમાં લગ્નનુ પ્રમાણ પણ ઘટી રહ્યુ છે.લોકોમાં લગ્નને લઈને નકારાત્મકતા જાેવા મળી રહી છે.જેની પાછળ વધતી જતી મોંઘવારી જેવા પરિબળો જવાબદાર છે.