વસીમ જાફરની ઓરિસ્સાની સિનીયર ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/jaffer.jpg)
ભુવનેશ્વર: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વસીમ જાફર હવે નવી ભૂમિકામાં જાેવા મળશે. તેમને આગામી સ્થાનિક સીઝન માટે ઓરિસ્સાની સિનીયર ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ઓરિસ્સા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ સુબ્રત બેહેરાએ કહ્યું હતું કે વસીમ જાફર મુખ્ય કોચ રહેશે. તેમની સાથે ૨ વર્ષ સુધીનો કરાર કરવામાં આવ્યો છે ઓસીએની ક્રિકેટ સલાહકાર સમિતિની બેઠક બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.
જાફર પૂર્વ રાજ્યના કેપ્ટન રશ્મિ રંજન પરીદાની જગ્યા લેશે જે બે સીઝનથી ટીમ સાથે હતા. સુબ્રત બહેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તમામ વય જૂથો માટે ક્રિકેટ વિકાસ ઉપરાંત, તે (જાફર) રાજ્યના કોચ વિકાસ કાર્યક્રમમાં પણ ભાગ લેશે,તેમણે વધુમાં જણાવ્યું હતું હેડ કોચની જવાબદારી સંભાળશે. વસીમ જાફરે માર્ચ ૨૦૨૦ માં નિવૃત્તિ લીધી હતી
ત્યારબાદ કોચ તરીકે નવી ભૂમિકા અદા કરી હતી અને તે ઉત્તરાખંડ ટીમના કોચ બન્યા હતા,ત્યારબાદ એસોસિએશન સાથે વિવાદ થયો હતો અને આ વિવાદ ખુબ ચર્ચામાં હતો જેના લીધે તેમણે ઉત્તરાખંડ ટીમના કોચપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે વસીમ જાફર ભારતીય ટીમના ઓપનર બેટસમેન હતા.