વસુંધરા રાજે દેવદર્શન યાત્રા દરમિયાન પોતાની શક્તિનો અહેસાસ કરાવશે
જયપુર: રાજસ્થાન ભાજપમાં આંતરિક લડાઇ વધતી જાય છે રાજયમાં વિધાનસભા ચુંટણી લગભગ અઢી વર્ષ બાદ થનાર છે પરંતુ નેતાઓમાં મુખ્યમંત્રીના ચહેરાને લડાઇ અત્યારથી શરૂ થઇ ગઇ છે. આ લડાઇ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની દેવદર્શન યાત્રાને લઇ તેમના વિરોધી સક્રિય થઇ ગયા છે.વસુંધરા રાજેનો જન્મ દિવસ આઠ માર્ચે છે.પોતાના જન્મ દિવસ પર તે પૂર્વી રાજસ્થાનમાં પોતાની શક્તિનો અહેસાસ કરાવવા માંગે છે આદિવાસી બહુમતિવાળા ઉદયપુર અને કોટા તાલુકામાં વસુંધરાનો પ્રભાવ છે.
આ બંન્ને તાલુકામાં તેમના સમર્થક ધારાસભ્યોની સંખ્યા ૫૦ જેટલી છે હવે પૂર્વ રાજસ્થાનમાં પોતાની શક્તિ બતાવવામાં લાગ્યા છે. આથી તે પૂર્વી રાજસ્થાનથી જાેડાયેલ યુપીના મથુરા જીલ્લામાં ગિરિરાજજીના મંદિરમાં પુજા અર્ચના કરશે વસુંધરા રાજે બે દિવસ ગોવર્ધનમાં રહેશે આ દરમિયાન કોઇ મોટી સભા તો રાખવામાં આવી નથી પરંતુ ભાજપ કાર્યકરોને મળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તેમના સમર્થક ધારાસભ્ય અને નેતા યાત્રાની તૈયારીમાં લાગી ગયા છે જયારે વસુંધરા વિરોધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયા અને ઉપ નેતા રાજેન્દ્ર રાઠોડ આ યાત્રાનો વિરોધ કરી રહ્યાં છે.
વસુંધરા વિરોધી જુથે તેમની દેવદર્શન યાત્રાની વિરૂધ્ધ પાર્ટી હાઇકમાન્ડને ફરિયાદ કરી છે પુનિયાએ અનૌપચારિક રીતે સંગઠનના પદાધિકારીઓને એ સંદેશ પહોંચાડયો છે કે તે વસુંધરા રાજેની યાત્રામાં સામેલ ન થાય.વસુંધરા રાજે વિશ્વસ્ત પૂર્વ મંત્રી યુનુસ ખાન ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી અને બાબુલાલ વર્મા સહિત અનેક નેતા યાત્રાની તૈયારીમાં લાગ્યા છે.
વસુંધરા રાજે રવિવારે સવારે ભરતપુર જીલ્લાના પુંછરીના લૌઠા પહોંચી કાર્યકરોની મુલાકાત કરશે ત્યાં મથુરાના ગોવર્ધન ખાતે ગિરિરાજજી મંદિરમાં પુજા અર્ચના કરશે.વસુધરા આઠ માર્ચે દાાઘાટી મંદિર અને બદ્રીનાથ મંદિરમાં પુજા અર્ચના કર્યા બાદ કાર્યકર્તાઓથી મળશે. સુત્રોનું કહેવું છેકે વસુધરા રાજેને મુખ્યમંત્રીનો ચહેરો અત્યારથી જાહેર કરવાનો સંદેશ આપવામાં આવશે જયારે પુનિયા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના સમર્થક પણ તેમને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાને લઇ લોબીંગમાં લાગ્યા છે.