વસુલી કાંડ પર દેશમુખની વિરૂધ્ધ CBI તપાસઃ હાઇકોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/DilipValse.png)
દેશમુખે મુખ્યમંત્રીને રાજીનામું આપ્યું,દિલીપ વલસે મહારાષ્ટ્ર્ના નવા ગૃહમંત્રી
મુંબઇ, મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરબીર સિંહના આરોપ પર બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરૂધ્ધ મોટો નિર્ણય લીધો છે હાઇકોર્ટે અનિલ દેશમુખની વિરૂધ્ધ સીબીઆઇ તપાસના આદેશ જારી કર્યા છે હાઇકોર્ટે ૧૫ દિવસની અંદર તપાસ રિપોર્ટ સોંપવા માટે પણ કહ્યું છે.
પરમબીર સિંહે ગૃહમંત્રી દેશમુખની વિરૂધ્ધ હાઇકોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાની વસુલીની અરજી લગાવી હતી આ અરજી પર નિર્ણય સંભળાવતા બોમ્બે હાઇકોર્ટે કહ્યંું પરમબીર સિંહના આરોપ ગંભીર છે આ મામલામાં એફઆઇઆર દાખલ થઇ ચુકી છે અને પોલીસ તપાસની જરૂરત છે.
હાઇકોર્ટે કહ્યું કે અનિલ દેશમુખ પર એવા આરોપ લાગ્યા છે તેની તપાસ માટે પોલીસ પર નિર્ભર રહી શકાય નહીં. તેની પ્રાથમિક અને નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઇની તપાસ આવશ્યક છે હાઇકોર્ટના નિર્ણય બાદ દેશમુખે ગૃહમંત્રી તરીકેનું રાજીનામુ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને સોંપી દીધુ છે.
અધિવકતા જયશ્રી પાટિલ તરફથી દાખલ અરજીની સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે દેશમુખ રાજયના ગૃહમંત્રી છે આવામાં મહારાષ્ટ્ર પોલીસ તરફથી તેમની વિરૂધ્ધ નિષ્પક્ષ તપાસ થવાની સંભાવના ઓછી જ છે. હાઇકોર્ટે કહ્યું કે સીબીઆઇની શરૂઆતી તપાસના પરિણામોના આધાર પર દેશમુખની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.
એ યાદ રહે કે એટીલિયા કેસમાં મુંબઇ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પૂર્વ કમિશ્નર પરમબીર સિંહની ટ્રાંસફર કરવામાં આવી હતી આ મામલામાં પૂર્વ કમિશ્નરે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની પત્ર લખ્યો હતો તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાજેને ૧૦૦ કરોડ રૂપિયાની વસુલીની ટારગેટ આપ્યો હતો
ત્યારબાદ તેમણે દેશમુખ પર અનેક અન્ય આરોપ પણ લગાવ્યા હતાં. દેશમુખની વિરૂધ્ધ પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટનો પણ દરવાજાે ખખડાવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ જવા કહ્યું હતું ત્યારબાદ પરમબીર સિંહે હાઇકોર્ટમાં ગૃહમંત્રી દેશમુખની વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી તેના પર કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો જાે કે દેશમુખે પરમબીર સિંહના તમામ આરોપોને નકારી દીધા હતાં.
હાઇકોર્ટના નિર્ણય પર રાજનીતિક પ્રતિક્રિયાઓ પર આવવા લાગી છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે હપ્તાની વસુલી ખુબ જલ્દી સામે આવી જશે સીબીઆઇ તપાસમાં આ બધુ સામે આવશે દરમિયાન હાઇકોર્ટના આદેશ બાદ એનસીપીની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં શરદ પવાર,અનિલ દેશમુખ અજિત પવાર અને સુપ્રીયા સુલે હાજર રહ્યાં હતાં આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઇ હતી.
ત્યારબાદ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે. ઉદ્વવ ઠાકરેને લખેલ પત્રમાં દેશમુખે લખ્યું છે કે તેમને હાઇકોર્ટના આદેશ બાદ ગૃહમંત્રી તરીકે બની રહેવાનો નૈતિક રીતે યોગ્ય લાગતુ નથી આથી રાજીનામુ આપી રહ્યો છું. આ માહિતી એનસીપી નેતા નવાબ મલિકે આપી હતી તેમણે કહ્યું કે દેશમુખે શરદ પવારની મુલાકાત કરી અને પોતાના પદેથી રાજીનામુ આપવાની ઇચ્છા વ્યકત કરી હતી