વસૂલી કાંડઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આખરે મુંબઈ પહોંચ્યા
નવી દિલ્હી, 100 કરોડ રુપિયાના વસુલી કાંડમાં છેલ્લા કેટલાય સમયથી ગાયબ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે આખરે મુંબઈ પહોંચ્યા છે.
કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા.જોકે એ પછી આજે તેઓ મુંબઈમાં દેખાયા હતા આ પહેલા તેમણે કહ્યુ હતુ કે, હું ચંદીગઢમાં જ છું અને બહુ જલ્દી મારી સામે જે તપાસ થઈ રહી છે તેમાં સહકાર આપીશ.
પરમબીર સિંહ સામે પાંચ કેસ થયેલા છે અને તેમાં તેમના સહિત 6 લોકોને આરોપી બનાવાયા છે.આ મામલામાં મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાજેની પહેલા જ ધરપકડ થઈ ચુકી છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને વસૂલના એક કેસમાં ધરપકડથી રક્ષણ આપ્યુ હતુ અને સાથે સાથે તેમને તપાસમાં સહકાર આપવા માટે આદેશ કર્યો હતો.પરમબીરસિંહના વકીલે સુનાવણી દરમિયાન ડર વ્યક્ત કર્યો હતો કે, પરમબીરસિંહના જીવને મહારાષ્ટ્રમાં જાનનુ જોખમ છે.
દરમિયા મુંબઈની સ્થાનિક કોર્ટે પરમબીર સિંહને ભાગેડુ જાહેર કરીને 30 દિવસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો અને નહીંતર તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરુ કરવાની ચીમકી આપી હતી.