વસો ગામની સીમમાં જુગાર રમતા નવ ઓરોપીઓને પકડી પાડતી પોલીસ
ખેડા પોલીસ અધિક્ષક ખેડા – નડીઆદ નાઓની સીધી સુચના / માર્ગદશર્ન મુજબ ના.પો.અધિ. નડીયાદ વિભાગ નાઓની સુચના મુજબ તેમજ સર્કલ પો.ઇન્સ. માતર નાઓના માર્ગદર્શન મુજબ વસો પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગમાં વસો પો.સબ ઇન્સ . જી.બી.પરમાર તથા એ.એસ.આઇ જીગ્નેશભાઇ ,ધર્મેન્દ્રકુમાર રમેશભાઇ ,મખાભાઇ ,સંજયસિંહ, વિષ્ણુભાઇ, સાગરકુમાર વિગેરે પો.માણસો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન અ.પો.કો વિષ્ણુભાઇ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે વસો ગામની સીમમાં સેજવાપુરા પાસે ખુલ્લા ચરામાં ઝાડ નીચે કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે .
તેવી બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં નવ ઇસમો પકડાઇ ગયેલ ( ૧ ) શબ્બીરમીયા સાઓ અહેમદમીંયા અમીનમીયા મલેક રહે . દંતાલી સરદારપુરા પુલ પાસે તા , વસો જી.ખેડા ( ૨ ) શરીફખાન સાઓ યાસીનખાન અમીરખાન પઠાણ રહે.માતર ( 3 ) હીતેન્દ્રભાઇ સ / ઓ કેશવલાલ શાંતિલાલ જયસ્વાલ રહે.દેવા તળપદ મહાદેવવાળું ફળીયું તા . સોજીત્રા જી.આણંદ ( ૪ ) રમેશભાઇ સાઓ કાંતિભાઇ બાબુભાઇ બારૈયા રહે.વસો ( ૫ ) શબ્બીરમીંયા સ / ઓ સફીમીંયા જીવામીંયા મલેક રહે , ડભાણ દુધનીડેરી સામે કસ્બામાં તા.નડીયાદ જી.ખેડા
( ૬ ) શબ્બીરહુસેન સ / ઓ સિરાજભાઇ અબ્દુલખલીફ શેખ રહે , વસો ટાવરબજાર સિપાઇવાડો તા ( ૭ ) સલીમભાઇ સાઓ અબ્દુલભાઈ નનામીંયા પાનાર રહે , વસો વેડફળીયું આઝાદપોળની બાજુમાં ( ૮ ) મકબુલઅલી સ / ઓ સૈયદઅલી અકબરઅલી સૈયદ રહે , માતર મોટી ભાગોળ ( ૯ ) ઘનશ્યામભાઇ સ / ઓ રણછોડભાઇ મોતીભાઇ રામી રહે , વસો નાઓને કુલ્લે રૂ .૧૭૧૮૦ / – ના મુદ્દમાલ સાથે ઝડપી પાડી સદર ઇસમો વિરૂધ્ધ વસો પો.સ્ટે ગુનો રજી કરવામાં આવેલ છે .