વસ્તીના આધારે અધિકાર અને સન્માન મળવું જોઈએ: અખિલેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Akhilesh-Yadav.jpg)
લખનૌ, ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે ફરી એકવાર જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. અખિલેશે કહ્યું કે જે નાની પાર્ટીઓ સમાજવાદી પાર્ટીની સાથે છે તેઓ જ્ઞાતિની વસ્તી ગણતરી ઈચ્છે છે, તેઓ ઈચ્છે છે કે અનામત ખતમ ન થાય. તેઓ ઈચ્છે છે કે વસ્તીના આધારે અધિકાર અને સન્માન મળવું જાેઈએ. પરંતુ ભાજપ નથી ઈચ્છતું કે જાતિની વસ્તી ગણતરી થાય.
ચૂંટણી પ્રચાર માટે કાનપુર પહોંચેલા સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે આ તમામ પ્રાદેશિક પક્ષો અમારી સાથે આવ્યા છે, જેમાં દલિતો, આંબેડકરવાદીઓ, સમાજવાદીઓ સામેલ છે, તેઓ બધા જ જાતિની વસ્તી ગણતરી ઈચ્છે છે.
અખિલેશે કહ્યું કે ભાજપના કોઈપણ નેતા જાતિની વસ્તી ગણતરી કરશે. શું જાતિ ગણતરીના ડેટા વસ્તી ગણતરી પહેલા આવશે? આ તમામ નાના પક્ષો જાતિ આધારિત વસ્તીગણતરી ઈચ્છે છે, પણ ભાજપ શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી નથી ઈચ્છતી?ઓબીસી જાતિના સમીકરણનો ઉલ્લેખ કરતા અખિલેશે કહ્યું કે જાે ભાજપ ઓબીસીને સાથે લેવા માંગે છે તો જાતિ ગણતરીમાંથી કેમ પીછેહઠ કરી રહી છે.HS