Western Times News

Gujarati News

વસ્તુઓને અડધા ભાવમાં આપવાની લાલચ આપીને લાખોની ઠગાઇ

અમદાવાદ, આજકાલ ગઠીયાઓ લોકોને છેતરવા માાટે અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. લોકો પણ સરળતાથી તેમની આ જાળમાં ફસાઇ જાય છે અને લાખો રુપિયા ગુમાવી બેસે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવો જ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે.

જેમાં આરોપીએ ઇ કોમર્સ વેબસાઇટ પર વસ્તુઓને અડધા ભાવમાં આપવાની લાલચ આપીને લાખો રુપિયાની ઠગાઇ કરી છે. જે મામલે હવે પોલીસ ફરિયાદ પણ થઇ છે. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતી એક યુવતિ પાસેથી ઝીશાનઅલી અન્સારી નામના આરોપીએ રુપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી ૫૦% કિંમતે અલગ અલગ ચીજ વસ્તુ લઇ આપવાની ખાતરી આપી આરોપીએ યુવતિ પાાસેથી ૪૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. જેને લઈને આરોપી વિરુદ્ધ યુવતિએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કુબેરનગરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતિ એક ખાનગી કંપનીમાં સિનિયર પ્રોસેસ ટ્રેનર તરીકે નોકરી કરે છે. ૨૦૨૦માં નોકરી દરમિયાન તેની ઓળખાણ એક યુવતી સાથે થઇ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા પણ થઇ.

તેણીએ યુવતીને આરોપી જીશાનઅલી વિશે વાત કરી હતી ને કહ્યું હતું કે એમેઝોન ઉપરથી તે ૫૦% કિંમતમાં ૩૦થી ૩૫ દિવસના સમયમાં ચીજ વસ્તુ મંગાવી આપે છે. જાે તારે અથવા તારા સંબંધીઓને કોઈ પણ ચીજવસ્તુ ખરીદવી હોય તો હું તેને વાત કરીશ.

આમ કહીને તેણીએ યુવતીને ઝીશાનઅલીએ એમઝોનમાંથી મંગાવી આપેલો ફોન તથા અન્ય ચીજવસ્તુઓ બતાવી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવતા તેણે સૌ પ્રથમ ૩૦ જૂન ૨૦૨૦માં ઝીશાન અલી પાસેથી ૪૨ હજારની કિંમતનો મોબાઇલ ઝીશાન મારફતે એમેઝોનમાંથી માત્ર ૨૯, ૦૦૦માં મંગાવ્યો હતો, જે ઝીશાને તેને આપ્યો હતો.

જેથી આરોપી ઝીશાન પર ફરિયાદીને વિશ્વાસ આવી ગયો. ત્યારબાદ ફરિયાદી યુવતિએ પોતાની અને સગા-સંબંધીઓની જુદી જુદી ચીજવસ્તુઓ જેવી કે ઘડિયાળ, વોશિંગ મશીન, મોબાઈલ, LED ખરીદી કરવા માટે ઓનલાઇન તેમજ રોકડેથી ૪૦ લાખ રૂપિયા ઝીશાનને આપ્યા હતા.

પૈસા આપ્યા બાદ વસ્તુઓ ના મળતા જ્યારે યુવતિએ પૈસા પરત માંગ્યા તો ઝીશાને પૈસા આપવાની ના પાડી હતી. જેને લઈને યુવતિએ આરોપીને આપેલા લાખો રૂપિયામાંથી કેટલાક રૂપિયા પરત આપી આશરે ૪૦ લાખ ન આપતા આરોપી વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.