વસ્ત્રાપુરના પીજી હાઉસમાંથી યુવકોના મોબાઈલ ચોરાયા
(જૂઓ CCTV footage) અમદાવાદ : વસ્ત્રાપુરના નહેરૂપાર્કમાં અપૂર્વ એપાર્ટમેન્ટમાં પી જી હાઉસમાંથી (Four Mobiles theft from Apurva Apartment, Nehrupark, Vastrapur, Ahmedabad) ચાર મોબાઈલની ચોરી કરતાં સીસીટીવી ફૂટેજમાં CCTV Footages સ્વરૂપવાન યુવતિઓની ચોર ટોળકી દેખાતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. મંગળવારે બનેલી ચોરીની આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવકોએે ફરીયાદ નોંધાવીને સીસીટીવીની ફૂટેજ રજુ કર્યા છે. મૂળ રાજકોટના અને વસ્ત્રાપુરના પી જી હાઉસમાં Vastrapur P. G. House રહેતા અમન દિલીપભાઈ રાજપરા Aman Dilipbhai Rajpara (ઉવ.ર૧) એ બે યુવતિઓ વિરૂધ્ધ ફરીયાદ કરી છે.ે અમન રાજપરા ગત રવિવારે રાત્રે પોતાના પી જી હાઉસ ખાતેના રૂમમાં સુઈ ગયો હતો.
સવારે ૯ વાગ્યે ઉઠ્યો ત્યારે તેનો મોબાઈલ ફોન જાવા મળ્યો નહોતો. રાજપરાએ પીજીમાં રહેતા અન્ય યુવકોને પૂછતાં તેમાં ઉર્મિત દલસાણિયા તેમજ બીજા બે મિત્રોના ફોન પણ જાવા મર્ળ્યા નહોતા. આથી તેઓએ સીસીટીવી ફૂટે ચેક કરતાં રૂમના દરવાજા પાસે બે સ્વ્રપવાન યુવતિઓ સોમવારે વહેલી સવારે ૬.૩૦ કલાકે રૂમની બહાર ચર્ચા કરતા જાવા મળી હતી. એ પછી એક યુવતિ રૂમમાં પ્રવેશીને મોબાઈલ ફોન ની ચોરી કરીને બહાર આવતા દેખાઈ હતી.
સીસટીવીમાં દેખાતી યુવતિઓ ૩૦ થી ૩ર વર્ષની આશરાની , પાતળા બાંધાની અને પંજાબી ડ્રેસ પહેરેલી દેખાય છે. બીજી યુવતિએ નંબરના ચશ્મા પહેર્યા છે. રૂમમાં પ્રવેશીને રૂ.ર૯ હજારના ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ ગઈ હતી.