વસ્ત્રાપુરમાં ગ્વાલિયા સ્વીટમાર્ટ સીલ કરાયું

Files Photo
અમદાવાદ: ગુરૂવારે એએમસી દ્વારા વસ્ત્રાપુરમાં સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટને સીલ કરવામાં આવી છે. મીઠાઈની દુકાનમાં કામ કરતા બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશન દ્વારા આ કાર્યાવાહી કરવામાં આવી છે.
હત્વનું છે કે, તહેવારનો સમય હોવાથી ગ્વાલિયા સ્વીટમાર્ટમાં રક્ષાબંધન અને સાતમ-આઠમમાં અનેક લોકો મીઠાઈ ખરીદવા દુકાને આવ્યા હતા. દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ કોરોન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં ગ્વાલિયા સ્વીટને કોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે. દુકાનના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આટલા દિવસમાં કેટલા લોકો આ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા છે તે જાણવુ મુશ્કેલ છે. જો એમાંથી કોઈ એકને પણ ચેપ લાગે છે તો લોકલ સંક્રમણનું જોખમ વધી શકે છે.