વસ્ત્રાપુરમાં જવેલરની દુકાનમાંથી સેલ્સમેન સોનું લઈ ફરાર
અમદાવાદ : વસ્ત્રાપુરમાં આવેલી એક જવેલર્સની દુકાનમાંથી સેલ્સમેન ૪૫ ગ્રામ સોનાના દાગીના ચોરી જતા ચકચાર મચી છે સેલ્સમેન પુછપરછ કરતા તે દુકાન માલિકને વાતોમા ભેળવી જાણી જતા તેની સામે ફરીયાદ નોધાઈ છે.
વસ્ત્રાપુરમાં સરદાર સેન્ટરમાં ઝાંઝર જવેલર્સ નામની દુકાન આવેલી છે જેમાં જંયતી સોની રાણીપ નામનો શખ્શ સેલ્મેન તરીકે નોકરી કરતો હતો કેટલાંક દિવસ અગાઉ ગણતરીમા ઘરેણાં ઓછા નીકળતા માલિક વસંતભાઈ શાહએ સીસીટીવી કેમેરા ચેક કરતા જયતી ઘરેણા ચોરતો દેખાયો હતો
આ અંગે તેની પુછપરછ કરતા પ ગ્રામના દાગીના પોતાના પાસે હોવાનું તથા બાકીના દાગીના બતાવતા વધુ ચેક કરી તેણે વસંતભાઈને વાતોમાં ભોળવ્યા હતા અને તક મળતા નાસીછૂટ્યા હતા આ ઘટના બાદ તેનો સપર્ક કરતા તે ગલ્લા તલ્લા કરતા વસંતભાઈએ તેના વિરુદ્દ વસ્ત્રાપુરમાં પોલીસને ફરીયાદ કરી હતી.