વસ્ત્રાપુરમાં તસ્કરોનો પીછો કરતી મહીલાની એક્ટીવાને લાત મારતાં મહિલા ઘાયલ
અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તાર શહેરનાં પોશ વિસ્તારોમાં ગણાતો હોવાથી ચોર-તસ્કરોનો ડોળો આ વિસ્તાર પર કર્યાે છે. અને રોજની સરેરાશ બે ઘટનાઓ ચોરી કે ચીલઝડપની આ વિસ્તારમાં બની રહી છે.
ત્યારે ગઇકાલે વધુ એક ઘટના ચીલઝડપની બની છે. જેમાં એક્ટીવા પર જતી મહિલાનાં પર્સની ચીલઝડપ કરાતાં બહાદુર મહિલાએ તસ્કરોનો પીછો કર્યાે હતો. જાકે નજીક પહોંચેલી મહિલાના વાહનને તસ્કરે લાત મારતાં મહિલા રસ્તા પર ઘસડાઈ હતી. જેને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે.
તસ્કરોનો ભોગ બનનાર મહિલા ગીતાબેન મોતીયાની (રહે.થલતેજ) ગઈકાલે બપોરે સુભાષ ચોક જવા નીકળ્યા હતા. ગીતાબેન સુરધારા સર્કલથી મણીચંદ્ર સોસાયટી આગળ પહોંચતા તેમનો પીછો કરતાં તસ્કરોએ એક્ટીવામાં ભરાવી રાખેલું પર્સ ખેંચી લીધું હતું અને બાઈક ભગાવી મુકી હતી.
જેથી ગીતાબેને એક્ટીવા પર તેમનો પીછો કરતાં એ-વન સ્કુલ પાસે ગીતાબેન તસ્કરોની નજીક પહોંચી ગયા હતાં. જાકે પાછળ બેઠેલા ઈસમે એકટીવાને જારથી લાત મારતાં તે સ્લીપ થઈ ગયું હતું અને ગીતાબેન રસ્તા પર પટકાઈને ઘસડાતાં તેમને શરીરે ઠેર ઠેર ઈજાઓ થઇ હતી.
લોહીલુહાણ હાલતમાં ગીતાબેનને જાઈ રાહદારીઓ પણ થંભી ગયા હતા. અને એકત્ર થયેલી ભીડમાંથી કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. ગીતાબેને સારવાર લીધા બાદ વ†ાપુર પોલીસને સમગ્ર ઘટના જણાવી ફરીયાદ કરી હતી. તેમના પર્સમાં ૩૭ હજાર રૂપિયાની મત્તા હતી.