વસ્ત્રાપુરમાં સ્પા સેન્ટર પર દરોડોઃ ૩ વિદેશી સહિત સાત યુવતીઓ ઝડપાઈ
અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ કેટલીય અસામાજીક પ્રવૃત્તિઓ પણ વધવા પામી છે. ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષાેમાં લોહીનો વેપાર ખૂબ જ વધી ગયો છે. જેમાં સ્થાનિક ઉપરાંત રાજ્ય બહારની તથા અન્ય દેશોની યુવતીઓને પણ બોલાવાતી હોય છે. પોલીસ દ્વારા વારંવાર કાર્યવાહી કરવા છતાં ગ્રાહકોની માંગને કારણે આવાં ધંધા વધી રહ્યાં છે. ગઈકાલે વ†ાપુરમાં આવેલાં એક સ્પા સેન્ટરમાં પણ દરોડો પાડતાં પોલીસે ૩ વિદેશી તથા ૪ પરપ્રાંતીય યુવતીઓ ઝડપાઈ હતી.
વ†ાપુર પોલીસનાં પીએસઆઈ એમ.બી.જાડેજાએ મંગળવારે રાત્રે બાતમીને આધારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સુમારે હિમાલય મોલની નજીક આવેલાં ‘ક્યુ ૩ થાઈ સ્પા’નામના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હતી. અંદર પ્રવેશતાં પોલીસે તુષાર રાજેન્દ્ર અંબોલે (ભવ્યનિધિ ફ્લેટ, વેજલપુર, મૂળ. મહારાષ્ટ્ર) નામનાં સ્પા સેન્ટરનાં મેનેજરને ઝડપી લીધો હતો.
જ્યારે અંદર તપાસ કરતાં લાકડાની કેબીનો બનાવેલી હતી. જેમાંની સાત યુવતીઓ મળી આવી હતી. જે પૈકી ૩ થાઈલેન્ડની અને બાકીની ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી તથા અમદાવાદની હોવાનું ખુલ્યું છે. પોલીસે ૩ વિદેશી સહિત સાતેય યુવતીઓને પકડીને તેમનાં વિરૂદ્ધ પણ કાર્યવાહી આદરી છે. જ્યારે તુષારની પૂછપરછમાં સ્પાનો માલિક કેતન ત્રિવેદી હોવાનું ખુલ્યું હતું. જેને ઝડપી લેવા પોલીસ કામગીરી શરૂ કરી છે.