Western Times News

Gujarati News

વસ્ત્રાપુર અને રામોલમાંથી વિદેશીઓને ઠગતાં કોલ સેન્ટર પર પોલીસનો દરોડો

(પ્રતિનિધિ) અમદાવાદ, ગેરકાયદેસર કોલ સેન્ટર ઉભું કરીને વિદેશી નાગરીકોને લોન આપવાની લાલચ કે ડ્રગ પકડાવાની ધમકીઓ આપીને ડોલર પડાવવાના ધંધા હાલ પણ શહેરમાં ચાલી રહયા છે શહેરમાં વસ્ત્રાપુર તથા રામોલમાંથી આવા બે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે અને સંચાલકો સહીતના આઠ ઈસમોને ઝડપી લેવાયા છે.

વસ્ત્રાપુર પોલીસના પીએસઆઈ આર.એસ. રાજપુત પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ સમયે વસ્ત્રાપુર મોકા કાફેની સામે ક્રિષ્ના કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી ઓફીસમાં અમેરીકન નાગરીકો પાસેથી નાણાં પડાવવાનું કોલ સેન્ટર ચાલતુ હોવાની બાતમી મળી હતી.

જેને પગલે પોલીસની ટીમ ક્રિષ્ના કોમ્પલેક્ષની ઓફીસ નં.૩૦૧માં દરોડો પાડતાં તેમાંથી સંચાલક સૌરીન જયેશભાઈ રાઠોડ (સચેત અલ્પ, જાેધપુર) ઉપરાંત કોલર દુષ્યંત વર્મા (બોડકદેવ), આવિષ્કાર ઠાકુર (રામદેવનગર) શ્રેયસ સાંગલે (નાસીક) ચિન્મય નિકમ (નાસીક) સંજીવ છેત્રી (ન્યુ દિલ્હી) તથા ચંદ્રગુપ્ત મહેરીયા (વેજલપુર) ઝડપાઈ ગયા હતા.

આ શખ્સો અમેરીકન નાગરીકોના ડેટા મેળવી એક સોફટવેર દ્વારા તમારા સોશીયલ સિકયોરીટી નંબરથી ફ્રોડ થયેલ છે તાત્કાલીક આપેલા નંબર પર સંપર્ક કરવો તેવા મેસેજનો બ્લાસ્ટ કરતાં હતા અને જે નાગરીક ફોન કરે તેને તેની કારમાંથી ડ્રગ મળ્યુ છે અથવા બેંકો ગેરકાયદેસર ખાતા ધરાવો છો તેમ કહીને મિલ્કત જપ્ત કરવાની ધમકીઓ આપતા હતા.

બાદમાં સેટલમેન્ટ પેટે બિટકોઈન આઈડી વાઉચર અથવા બે થી પાંચ હજાર ડોલરની રકમ પડાવી લેતા હતા જે અંગે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. જયારે રામોલ એએસઆઈ મહેન્દ્ર દાજીરાવને વસ્ત્રાલ માધવ હોમ્સમાં રહેતો શખ્સ પોતાના ઘરમાં કોલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી મળતાં તેમણે મકાન નં.પ૦૧માં દરોડો પાડતા હિરેન પંકજભાઈ સુથાર નામનો શખ્સ મળી આવ્યો હતો.

જે વિદેશી નાગરીકોનો ડેટા મેળવી પોતે કેશનેટ યુએસ કંપનીનો કર્મચારી હોવાનું કહી સસ્તા દરે પર્સનલ લોનની ઓફર કરતો હતો અને શીપીંગ ચાર્જ પેટે રપ-૩૦ ડોલરના ગિફટ કાર્ડના કોડ મેળવી છેતરપીંડી કરતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે હીરેન વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.