વસ્ત્રાપુર ખાણીપીણીની બજારમાં રાત્રે હોબાળો
પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો : પોલીસની કામગીરી સામે લારીના માલિકોમાં ઉગ્ર રોષ :લારીના માલિકને એક યુવકે લાફો મારી દેતા પરિસ્થિતિ વણસી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા તળાવનો વિકાસ કર્યા બાદ તેના ફરતે ખાણીપીણીની લારીઓ ઉભી રહેતી હતી આ દરમિયાનમાં કોર્પોરેશને સંજીવની હોસ્પિટલ પાસે ખાલી પડેલા પ્લોટમાં આ તમામ લારીઓ વાળાઓને જગ્યા ભાડે આપી ત્યાંથી ખસેડી લીધા બાદ મોડીરાત સુધી આ સ્થળે ખાણીપીણીની બજાર ધમધમવા લાગ્યું છે.
ગઈકાલે રાત્રે આ સ્થળે એક લારી વાળાને અજાણ્યા શખ્સે લાફો મારી દેતા ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ત્રણ જીપો સ્થળ પર આવી પહોંચી હતી જાકે આ સ્થળે હાજર ખાણીપીણીની લારીના માલિકો પોલીસ ઉપર ઉગ્ર રોષ ઠાલવતા જાવા મળ્યા હતાં આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક સમગ્ર બજાર બંધ કરાવી દીધું હતું.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ પાસે ખાલી પ્લોટ પડેલો છે. મ્યુનિ. કોર્પો. દ્વારા આ ખાલી પ્લોટમાં દૈનિક રૂ.રપ૦ના ભાડાથી ખાણીપીણીના લારીવાળાઓને જગ્યા ફાળવવામાં આવી છે.
આ સ્થળે આવતા વાહન ચાલકો પાસેથી પા‹કગનો ચાર્જ પણ વસુલવામાં આવે છે. રાત પડતાં જ આ સ્થળે ખાણીપીણીનું બજાર ધમધમવા લાગ્યું છે અને શહેરભરમાંથી લોકો વસ્ત્રાપુર આ બજાર ખાતે ઉમટી પડે છે જેના પરિણામે મોડી રાત સુધી તળાવની આસપાસનો વિસ્તાર મોડી રાત સુધી ધમધમતો રહે છે એક જ સ્થળ પર તમામ પ્રકારના નાસ્તાની લારીઓ હોવાથી મોટી સંખ્યામાં લોકો અહી આવવા લાગ્યા છે.
ગઈકાલે રાત્રે કેટલાક લોકો અહી આવ્યા હતા અને નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો આ દરમિયાનમાં કોઈ કારણોસર ઓર્ડર આપનાર સાથે લારીવાળાને બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા યુવકે અચાનક જ લારીના માલિકને લાફો મારી દીધો હતો જેના પરિણામે તમામ લારીવાળાઓ એકત્ર થઈ ગયા હતા આ અંગેની જાણ થતા જ આ સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં.
નાસ્તાની લારી પર આવેલા લોકોની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકત બહાર આવે તેમ છે જાકે લારીના માલિકો આ ઘટનાથી ખૂબ જ ગભરાઈ ગયા હતાં બીજીબાજુ લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા વાતાવરણ તંગ બની ગયું હતું અને બજારમાં નાસ્તો કરવા આવેલા લોકો ગભરાઈ ગયા હતાં.
બીજીબાજુ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એક પછી એક ત્રણ પોલીસની જીપો કાફલા સાથે આવી પહોંચી હતી અને ગણતરીની મીનીટોમાં જ સમગ્ર બજાર બંધ કરાવી દીધુ હતું.
લારી ચલાવતા શ્રમિકોમાં આ ઘટનાથી ભારે રોષ જાવા મળતો હતો. લાફો મારનાર અંગે તપાસ કરવામાં આવે તો તેની ઓળખવિધિ થઈ શકે તેમ છે. આ ઘટનાના પગલે આ સ્થળ પર લારી ચલાવતા શ્રમિકો એકસુત્ર થઈ રહયા છે. આ ઘટનાના પગલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનો પણ નિર્ણય લેવાયો છે.