વસ્ત્રાપુર તળાવમાં દૈનિક ચાર લાખ લીટર શુધ્ધ પાણીનો વેડફાટ
મ્યુનિ.કમીશ્નર અને શાસકોના અહંમને પોષવા માટે રોજના રૂ.ર૦ લાખના પીવાલાયક પાણીનો થઈ રહેલો બગાડ |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસાની સીઝન દરમ્યાન તળાવો ભરવા માટે ખાસ અભિયાન કર્યું હતું. જે અંતર્ગત નવા પશ્ચિમઝોન, પઝિમઝોન તથા દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી એ પણ તળાવોમાં પાણી ભરવા માટે ખાસ સુચના આપી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ પણ મ્યુનિ. કમીશ્નરને આ દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. મ્યુનિ.કમીશ્નર અને સીટી ઈજનેરે વસ્ત્રાપુર, ચંડોળા સહીતના તળાવમાં “નર્મદા નીર” ના વધામણા કરવા માટે ખાસ કાર્યક્રમ ના આયોજન કર્યા હતા.
ચંડોળા તળાવમાં રાજય ગૃહમંત્રી તથા વસ્ત્રાપુર, મુખ્યમંત્રીના હસ્તે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, તળાવના કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રીએ “બોટીંગ” સુવિધા સહિત અનેક પ્રજાકીય જાહેરાતો કરી હતી. પરંતુ આ તમામ જાહેરાતો કાર્યક્રમ પુરતી જ સીમિત રહી છે.
જયારે ચોકાવનારી બાબત એ છે કે શહેરના પ૦ ટકા કરતા વધુ વિસ્તારમાં પીવાલાયક શુધ્ધ પાણીની સમસ્યા છે. જયારે વસ્ત્રાપુર, તળાવમાં માત્ર અહંમ ને પોષવા માટે રોજ લાખો લીટર શુધ્ધ પાણી નાંખવામાં આવી રહયું છે!
શહેરના વસ્ત્રાપુર તળાવને કાંકરીયાના ધોરણે ડેવલપ કરવા માટે મનપા દ્વારા પ્રયાસ થઈ રહયા છે.
તળાવની આસપાસના વિસ્તારને વ્યવસ્થિત રીતે ડેવલપ પણ કરવામાં આવ્યો છે પરંતુ “ખાટલે મોટી ખોટ” તળાવમાં પાણીની રહી છે. વસ્ત્રાપુર તળાવ ઘણા વર્ષોથી ખાલી જ રહયું છે. તળાવમાં ગેરકાયદેસર ડ્રેનેજના જાડાણો પણ થઈ ગયા હતા.
જેને દુર કરવા માટે જે તે સમયે ફરજ બજાવી ચુકેલ એડી. ઈજનેર કક્ષાના અધિકારીઓએ તસ્દી લીધી ન હતી.
ઉલ્લેખનીય છે કે હાલ, તળાવમાં પાણી ભરવાની અને જાળવણી કરવાની જવાબદારી જેના શિરે છે તે સીટી ઈજનેર એન.કે.મોદી પણ નવા ઝોનમાં એડી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમના કાર્યકાળ દરમ્યાન પણ વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજના ગેરકાયદેસર જાડાણો હતા તદ્દઉપરાંત સ્ટ્રોમ લાઈનમાં પણ અનેક જાડાણો થયા હતા તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
શહેરમાં પાણીની સમસ્યાને હળવી કરવા તથા વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર અને રાજય સરકારે આદેશ કર્યા બાદ મ્યુનિ. કમીશ્નર હરકતમાં આવ્યા હતા તથા તમામ તળાવોમાંથી ડ્રેનેજના જાડાણો દુર કરી તેવાં પાણી ભરવા માટે ફરમાન કર્યા હતા. જે અંતર્ગત વ†ાપુર તળાવમાંથી પણ ડ્રેનેજના પાંચ ગેરકાયદે જાડાણ દુર કરવામાં આવ્યા છે.
સાથે સાથે તળાવ માટે ૦.પ૦ એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. પરંતુ તેનાથી તળાવ ભરાય તેવી શકયતા ન હોવાથી જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સ્ટ્રોમ લાઈન મારફતે “નર્મદા ના નીર” વસ્ત્રાપુર તળાવ સુધી લાવવામાં આવ્યા છે. જેના માટે મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા મુખ્યમંત્રીના હસ્તે “નર્મદા નીર”ના વધામણા પણ કરાવ્યા હતા.
આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીસ્થિતીમાં કોઈ જ સુધારો થયો નથી તથા વ†ાપુર તળાવ ફરી એક વખત “ખાલી” થઈ રહયું છે. જેના માટે સીટી ઈજનેર ને જવાબદાર માનવામાં આવી રહયા છે. સુત્રોએ જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અને કમીશ્નર ને ખુશ કરવા માટે જાસપુર ના નીર વસ્ત્રાપુર સુધી સીટી ઈજનેર લઈ આવ્યા છે. પરંતુ તળાવની મુળ ખામી દુર કરવા માટે તસ્દી લેવામાં આવી નથી. વસ્ત્રાપુર લેઈકની પરકોલેટીંગ કેપેસીટી વધારે છે. જેના કારણે રોજ બે થી અઢી ફૂટ પાણી જમીનમાં ઉતરી જાય છે. તળાવની કેપેસીટી લગભગ ર૪ ફૂટની છે.
જેને સામે લગભગ ૧૮થી૧૯ ફૂટ સુધી પાણી ભરી શકાય તેમ છે. પરંતુ પરકોલેટીંગ સમસ્યાના પરીણામે આઠથી નવ ફૂટ જ પાણી રહે છે. મ્યુનિ. કમીશ્નર અને સીટી ઈજનેરની સુચના મુજબ લેવલ કરવા જાસપુરથી સરેરાશ ચાર લાખ લીટર શુધ્ધ પાણી તળાવમાં નાંખવામાં આવે છે. પરંતુ સાંજ સુધી પાણી ઉતરી જાય છે. શહેરના નાગરીકો શુધ્ધ પાણી માટે વલખા મારી રહયા છે.
ત્યારે માત્ર અહંમને પોષવા તથા ગોડફાધરો ને ખુશ રાખવા માટે રોજ ચાર લાખ લીટર શુધ્ધ પાણીનો વેડફાટ થાય છે. નર્મદાના એક લીટર પાણીને ટ્રીટ કરી સપ્લાય કરવા માટે લગભગ રૂ.પાંચ નો ખર્ચ થાય છે. આમ શહેરના નાગરીકો મીઠી નીંદર માણી રહયા હોય ત્યારે તેમના પરસેવાની કમાણીના રૂ.ર૦ લાખ દૈનિક ધોરણે તળાવમાં ગરકાવ થઈ જાય છે.
વસ્ત્રાપુર તળાવમાં નીર વધામણા સમયે મુખ્યમંત્રીએ બોટીંગની જાહેરાત કરી હતી. પરંતુ પાણીના લેવલની સમસ્યાના કારણે બોટીગ શરૂ થયું નથી. ગાંધીનગરથી આદેશ થયા બાદ સીટી ઈજનેરે કન્સલટન્ટ, ડ્રેનેજ પ્રોજેકટ અધિકારી, ઝોનલ અધિકારીઓ તથા અન્ય નિષ્ણાંતો સાથે શુક્રવાર સવારે વ†ાપુરનો રાઉન્ડ લીધો હતો.
તથા કોઈપણ સંજાગોમાં પરકોલેરીગ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કન્સલટન્ટ ને વિનંતી કરી હતી. સીટી ઈજનેરના માનીતા કન્સલટન્ટ, “મલ્ટી મેન્ટેકે” કામ કરવા તૈયાર થયા છે. પરંતુ બાંહેધરી મુદ્દે હાથ ઉંચા કર્યા છે. જેના પરીણામે સીટી ઈજનેરની તકલીફ વધી ગઈ છે. સાથે-સાથે મ્યુનિ. કમીશ્નર પણ પરેશાન થઈ ગયા છે. કારણ કે અંતે પ્રમોશન તો તેમણે જ આપ્યું છે.!