વસ્ત્રાપુર: પરીવાર જમવા ગયો ઘરઘાટી ઘર સાફ કરી ફરાર
અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તારમાં ઘરનો નોકર લેપટોપ ઊપરાંત બાવીસ હજારથી વધુની રોકડ રકમ ચોરી જવાની ઘટના બનતાં ચકચાર મચી છે. બનાવે પગલે આસપાસનાં અન્ય રહીશો પણ ફફડી ઊઠ્યા છે.
બોડક દેવ હારપાલ બંગલોઝ ખાતે રહેતાં કલ્પનાબેન શુકલ ન્યુયોર્ક પ્લાઝામાં પોતાનું કિલનિક ધરાવી ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરે છે. આશરે પંદર દિવસ અગાઉ તેમનાં ઘરે ઘરઘાટીનું કામ કરવા મુળ રાજસ્થાન ડુંગરપુરનો રહેવાસી દિનેશ નાનુરામ મીણા નામનો વ્યક્તિ આવ્યો હતો. કેટલાંક દિવસો અગાઉ બપોરે કલ્પનાબેન પરીવારજનો સાથે જમવા બહાર ગયા હતા. ત્યારે ભુરીબેન નામની મહિલા ઘરકામ કરવા આવી હતી. પરંતુ વારંવાર બેલ મારવા છતાં દિનેશે દરવાજા ખોલ્યો નહતો. ભુરીબેને કલ્પનાબેનનો સંપર્ક કરતાં તે તાબડતોબ ઘરે આવી પહોંચ્યા હતા.
જ્યાં ઘર લોક મારેલું જાતાં પોતાની ચાવી વડે ખોલ્યું હતું. જેની તપાસ કરતાં ઘરમાંથી કલ્પનાબેનનાં પુત્રનું લેપટોપ ગાયબ હતું. ઊપરાંત અન્ય બેડરૂમમાંથી તિજારી તોડીને ૨૫ હજારની રકમ પણ ચોરી થયેલી જણાઈ હતી. ઊપરાંત દિનેશ મળી ન આવતાં છેવટે કલ્પનાબેને ઘરઘાટી દિનેશ લેપટોપ તથા રોકડની ચોરી ગયો હોવાની ફરીયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને નોંધાવી હતી. બનાવની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે ઘટના બહાર આવતાં અન્ય રહીશો પણ ચોંકી ગયા હતાં.