Western Times News

Gujarati News

વસ્ત્રાપુર : પાડોશી યુવાને ઘરમાં ઘૂસી મહિલા સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરતાં FIR

Files Photo

મહિલાએ અગાઉ પણ તેનાં વિરૂદ્ધ છેડતીની ફરીયાદ નોંધાવી હતી

અમદાવાદ: વસ્ત્રાપુર માં રહેતી એક મહિલા પોતાનાં બાળકો સાથે ઘરમાં સુતી હતી એ સમયે ઘરમાં ઘુસી આવેલાં પાડોશીએ તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યાે હતો. અને મહિલા વશ ન થતાં તેને તથા તેનાં પરીવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આ શખ્સે આપી હતી. આ શખ્સ વિરૂદ્ધ મહિલાએ અગાઉ પણ છેડતીની ફરીયાદ નોંધાવેલી છે.


દશાબેન સુરેશજી ઠાકોર ઔડાનાં મકાનમાં બોડકદેવ ખાતે રહે છે. તેમનાં સાસુ પણ ત્યાં જ સામેનાં બ્લોકમાં રહે છે. થોડાં દિવસ અગાઉ દક્ષાબેનનાં નીચેનાં મકાનમાં રહેતો અજય રબારી નામનાં શખ્સે દરવાજા ખખડાવતાં તેમનાં નાનાં પુત્રએ ઘરનો દરવાજા ખોલ્યો હતો. એ સમયે દક્ષાબેન સુતા હતા. અજય રબારી સીધો જ તેમની પાસે જઈને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો.

જેનો વિરોધ કરતા અજયે તેમને રૂમમાં ખેંચી જવાનો પ્રયત્ન કર્યાે હતો. મોટો દિકરો વચ્ચે પડતાં તેને પણ ઝપાઝપી દરમિયાન ઈજાઓ થઈ હતી. જેથી તે નજીકમાં રહેતાં દાદીને બોલાવવા દોડી ગયો હતો. દરમિયાન દક્ષાબેન અજયને વશ ન થતાં તેણે દક્ષાબેનને તથા પરીવારને મારી નાંખવાની ધમકી આપી પોતાની સાથે સંબંધો રાખવા દબાણ કર્યું હતું.

જા કે પુત્ર દાદી સાથે પહોંચે તે અગાઉ જ અજય ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દક્ષાબેને અગાઉ પણ તેની સાથે છેડતીનો કેસ કર્યાે હતો. તેમ છતાં અજયે ફરીવાર હીન પ્રયત્ન કરતાં આસપાસનાં રહીશો પણ ચોંકી ઊઠ્યા છે. આ ઘટના બાદ દક્ષાબેને વ†ાપુર પોલીસ સ્ટેશનમાં અજય વિરૂદ્ધ વધુ એક ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.