વસ્ત્રાપુર સ્ટેશન પર ટિકિટ રિઝર્વેશનની સુવિધા ફરી શરૂ કરવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા વસ્ત્રાપુર સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે રેલવે ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્ર (PRS) 09 જૂન, 2022 (ગુરુવાર) થી શરૂ થશે. બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝન વખતે આ રિઝર્વેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું.
વસ્ત્રાપુર સ્ટેશન પરનું રિઝર્વેશન સેન્ટર સોમવારથી શનિવાર સુધી સવારે 8:00 થી 20:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને રિઝર્વેશન સેન્ટર રવિવારે બપોરે 14:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મુસાફરોને રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.