વસ્ત્રાલ વોર્ડમાં માધવ ફોર્મ પાસે નવા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પોતાના મતવિસ્તાર વસ્ત્રાલમાં અંદાજિત 4.8 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સંપન્ન
વસ્ત્રાલમાં વોર્ડમાં નવી બનાવવામાં આવેલી આંગણવાડીઓનું લોકાર્પણ – વસ્ત્રાલ વોર્ડમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એકસ-રે અને સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે વસ્ત્રાલ વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજિત ૪.૮ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સંપન્ન થયા હતા.*
આ અવસરે શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પૂર્વ ઝોન વસ્ત્રાલ વોર્ડમાં રિંગરોડની પૂર્વ દિશામાં માધવ ફાર્મ પાસે નવા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહુર્ત કર્યું હતું.
શ્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વોર્ડમાં નવી બનાવવામાં આવેલ આંગણવાડીઓ જેમાં રતનપુર ગામની પાછળ આવેલી આંગણવાડી કેન્દ્ર 9, રામેશ્વર પાર્ક સ્કૂલની બાજુમાં આવેલી આંગણવાડી કેન્દ્ર 13, જલપરી – એક, બે, ત્રણ તેમજ ઉમિયા નગર ખાતે આવેલી આંગણવાડીનું લોકાર્પણ પણ કર્યું હતું સાથો- સાથ વસ્ત્રાલ વોર્ડમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એક્સ-રે અને સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ પણ પૂર્વ ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ કર્યું હતું.
આ અવસરે અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશન શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણ સિંહ રાજપુત, રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન શ્રી મહાદેવભાઈ દેસાઈ, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ વિકાસ કલ્યાણ સમિતિના ચેરપર્સન શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા.