Western Times News

Gujarati News

વહુ પતિ સાથે ગોવા ગઈ તો સાસુએ ફેસબુક પર વીડિયો મૂકી લખ્યું, શરાબી

અમદાવાદ, ટીવી સિરિયલોની કહાની જેવો બનાવ સામાન્ય જીવનમાં બનતા પોલીસ ચોપડે આ અંગે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ બાબતોને લઈને ત્રાસ આપનાર સાસુ સામે હવે પુત્રવધૂએ ફરિયાદ નોંધાવી છે. સાસુના અત્યાચાર બાદ પુત્રવધૂએ બેથી ત્રણ વાર ઘર બદલવાની ફરજ પડી હતી. આટલું જ નહીં, યુવતી તેના પતિ સાથે ગોવા ફરવા ગઈ હતી ત્યારે પતિએ સ્ટેટ્‌સમાં વીડિયો મૂક્યો હતો.

જેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી સાસુએ ફેસબુક પર શરાબી લખીને તે વીડીયો અપલોડ કર્યો હતો. સમગ્ર મામલે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના સરદારનગરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીનો પતિ જીમ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેના લગ્ન વર્ષ ૨૦૧૫ માં થયા હતા. લગ્ન બાદ યુવતીની સાસુએ ટીવી, બાઇક કેમ નથી લાવી અને મારી બહેનોની ગિફ્ટ ક્યાં છે કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સોનુ ઓછું લાવી છે તેમ કહીને પણ સાસુ ત્રાસ આપતી હતી. આટલું જ નહીં, સસરા પણ તેમની પત્ની એટલે કે યુવતીની સાસુને ચઢામણી કરી ઝઘડા કરાવતા હતા. યુવતી આ મામલે તેના પતિને વાત કરતી તો તે કહેતો કે તેના માતાપિતા આજે નહીં તો કાલે સુધરી જશે.

જેથી યુવતી શાંતિ રાખી પરિવારમાં રહેતી હતી. લગ્નના સાતેક વર્ષ થયાં છતાંય યુવતીને બાળક ન હોવાથી સાસુ-સસરા પતિની ચઢામણી કરતા હતા. આથી તેઓ વર્ષ ૨૦૧૮માં ગાંધીનગર પાસે રહેવા જતા રહ્યા હતા. જ્યાં તેના સાસુ-સસરા પણ રહેવા આવી ગયા.

યુવતીનો પતિ સવારથી જીમમાં જતો રહેતો ત્યારે સાસુ-સસરા ઝઘડા કરી ત્રાસ આપતા હતા. બાદમાં પતિ-પત્નીએ ફરી મકાન બદલી સરદારનગરમાં રહેવા આવી ગયા હતા. અહીં મંજૂરી વગર સાસુ-સસરાને સોસાયટીમાં એન્ટ્રી ન હોવાથી તેઓ આવી શકતા ન હતા.

વર્ષ ૨૦૨૧માં આ યુવતી તેના પતિ સાથે ગોવા ફરવા ગઈ હતી. જેનો વીડીયો તેના પતિએ સ્ટેટ્‌સમાં મૂકતા સાસુએ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા પર ‘શરાબી’ લખી અપલોડ કર્યો હતો. જેથી યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાસુએ આ વીડિયો ડીલિટ કર્યો હતો અને યુવતીને દયા આવતા ફરિયાદ પાછી ખેંચી હતી.

યુવતીના પિતા મહારાજ છે અને સત્સંગ કરે છે, ત્યાં જઈને પણ યુવતીની સાસુ બીભત્સ શબ્દો બોલી ઝઘડા કરતી હતી. આટલું જ નહીં, યુવતીને ગંદા મેસેજ કરીને ત્રાસ આપતી હતી. યુવતી તેના પતિના જીમ પર રિસેપ્શન ટેબલ સંભાળતી હતી, ત્યાં જઈને પણ સાસુ ઝઘડા કરતી હતી. ફરીવાર યુવતી પતિ સાથે ગાંધીનગર રહેવા ગઈ ત્યારે બબાલ કરી માર મારતા યુવતીએ પોલીસમાં અરજી કરી હતી.

જાેકે, સસરા રડતા હોવાથી કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે કંટાળીને યુવતીએ હવે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.