વહુ બનેલી કેટરિનાએ સાસુ અને સસરા માટે શીરો બનાવ્યો
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ હવે કૌશલ પરિવારની વહુ બની ગઈ છે. વિકી કૌશલ સાથે કેટરિનાએ ૯ ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલ હનીમૂન માટે ગયું હતું અને ત્રણ દિવસ પહેલા જ મુંબઈ પરત ફર્યું છે. મુંબઈ આવીને કેટરિના સીધી વિકીના ઘરે ગઈ હતી. હાલ તો કેટરિના કૈફ પોતાના નવા પરિવાર સાથે સુખદ સમય વિતાવી રહી છે.
લગ્ન બાદ નવી વહુ પરિવારના સભ્યો માટે કંઈક ગળ્યું બનાવે તેવો રિવાજ છે. જેને કેટરિનાએ પૂરો કર્યો છે. કેટરિના કૈફ લગ્ન બાદ પોતાના નવા ઘરે પતિ અને સાસરાવાળા માટે સોજીનો શીરો બનાવ્યો છે. કેટરિના કૈફે પોતે તૈયાર કરેલા શીરાની તસવીર શેર કરી છે. કેટરિનાએ પોતાના ઘરની બાલકનીમાંથી કાચની વાટકીમાં શીરો હોય તેવી તસવીર શેર કરી છે.
શીરાની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, ‘મેં બનાવ્યો.’ કેટરિનાએ બનાવેલા શીરામાં ડ્રાયફ્રૂટ્સ પણ જાેવા મળી રહ્યા છે. નવી દુલ્હનની મહેંદી પણ હાથમાં આછી-આછી દેખાઈ રહી છે. કેટરિનાએ શીરો પોતે બનાવ્યો હોવાની સાથે ‘ચોકા ચઢાના’ એમ પણ લખ્યું છે. જેનો અર્થ થાય છે કે પહેલી રસોઈનો રિવાજ.
પંજાબી પરિવારની વહુ બનેલી કેટરિના કૈફે કૌશલ પરિવારમાં પોતાની પહેલી રસોઈના ભાગરૂપે સૌના માટે શીરો બનાવ્યો છે. આ તસવીર પરથી જ સાબિત થાય છે કે, કેટરિનાને આ રિવાજ પૂરો કરવામાં કેટલી મજા આવી હશે. કેટરિના કૈફે વિકી સાથે લગ્ન કર્યા બાદ હાલમાં જ તેનો ઈન્સ્ટાગ્રામ ડીપી પણ બદલ્યો હતો. ડીપીમાં કેટરિનાએ પોતાના લગ્નનો ફોટો મૂક્યો છે. આ તસવીરમાં વિકી-કેટરિના એકબીજાની આંખોમાં ડૂબેલા જાેવા મળે છે.
જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરિના કૈફે લગ્નની ઘડી સુધી તેમની રિલેશનશીપ છુપાવીને રાખી હતી. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં તેમણે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. વિકી-કેટરિનાએ પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ૯ ડિસેમ્બરે કપલે લગ્ન કર્યા હતા.
જ્યારે ૭ અને ૮ ડિસેમ્બરે તેના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. લગ્ન બાદ વિકી અને કેટરિનાએ હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો પણ શેર કરી હતી. વિકી અને કેટરિનાએ પોતાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રોને ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલાવાના છે. ૨૦ ડિસેમ્બરે કપલનું રિસેપ્શન મુંબઈમાં યોજાશે તેવી ચર્ચા હતી. પરંતુ હવે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તારીખ પાછી ઠેલાઈ હોવાના અહેવાલો છે. જાેકે, આ અંગે કપલ તરફથી હજી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.SSS