વહુ મને ઘરે રહેવા નથી દેતી કપિલની માતા જનક રાની
મુંબઈ, ધ કપિલ શર્મા શોના લેટેસ્ટ એપિસોડમાં અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ મહેમાન તરીકે પહોંચ્યા હતા. અભિષેક અને ચિત્રાંગદા પોતાની અપકમિંગ ફિલ્મ બોબ બિસ્વાસના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન હંમેશાની જેમ ખૂબ મસ્તી થઈ. કપિલ અને તેની ટીમે આ સ્ટાર જાેડીની સાથે સાથે દર્શકોને પણ ખૂબ હસાવ્યા.
પરંતુ આ એપિસોડમાં કપિલ અને તેની ટીમની સાથે સાથે તેના માતા જનક રાનીએ પણ બધાને ખૂબ હસાવ્યા. ઉલ્લેખનીય છે કે કપિલના માતા તેના લગભગ દરેક એપિસોડમાં જાેવા મળે છે. તે કપિલના દરેક શૂટ પર હાજર રહે છે.
આ એપિસોડમાં પણ જનક રાની હાજર હતા. કપિલ જ્યારે અભિષેક અને ચિત્રાંગદાની ઓળખ માતા સાથે કરાવી રહ્યો હતો ત્યારે જનક રાનીએ એવુ કંઈ કહ્યું કે હાજર તમામ લોકો હસી પડ્યા. જનક રાનીએ કહ્યું કે તે શોના દરેક એપિસોડમાં આવે છે, કારણે તેમની વહુ ગિન્ની ચતરથ તેમને ઘરે રહેવા નથી દેતી.
કપિલ શર્માના સેન્સ ઓફ હ્યુમર વિષે તો બધા જ જાણે છે પણ તેના માતાનો આ જવાબ સાંભળીને દર્શકો પણ સમજી ગયા કે તેનામાં આ ગુણ ક્યાંથી આવ્યો છે. શોમાં વાતની શરુઆત એવી રીતે થઈ કે કપિલ અભિષેક અને ચિત્રાંગદાને કહે છે કે, મારી મા પાછળ પડી હતી.
કહેતી હતી લગ્ન કરી લે, લગ્ન કરી લે. પરંતુ હવે જ્યારે મેં લગ્ન કરી લીધા છે તો તે ઘરે પોતાની વહુ પાસે નથી બેસતી. આ સાંભળીને કપિલની મા કહે છે કે, વહુ મને બેસવા નથી દેતી, હું શું કરું. કપિલના માતા આગળ કહે છે કે, તે કહે છે કે તમે શો પર જાઓ. તે સૂટ પણ નીકાળી આપે છે. પહેલાથી તૈયારી કરી રાખે છે.
કપિલે પછી જણાવ્યું કે, સૂરતમાં કૌન બનેગા કરોડપતિ૧૩ માટે શૂટિંગ ચાલી રહ્યુ હતું, ત્યાં પણ તેના માતા સાથે ગયા હતા. આ દરમિયાન કૌન બનેગા કરોડપતિના હોસ્ટ અમિતાભ બચ્ચને માતાજીને પ્રશ્ન પૂછ્યો કે કપિલના જન્મ સમયે તે શું ખાતા હતા. તો માતાએ જવાબ આપ્યો હતો- દાળ અને ફૂલ્કા.
ઉલ્લેખનીય છે કે ૧૮મી નવેમ્બરના રોજ ગિન્ની ચતરથનો જન્મદિવસ હતો. કપિલે પોતાની પત્નીને સરપ્રાઈઝ આપ્યુ હતુ. તેણે ગિન્ની માટે પાંચ કેક મંગાવી હતી, દરેક કેક પર તેના નામનો લેટર લખ્યો હતો. કોલેજના દિવસોમાં કપિલ અને ગિન્ની વચ્ચે મિત્રતા થઈ હતી.
૨૦૧૮માં તેમણે જલંધરમાં લગ્ન કર્યા હતા. કપિલ અને ગિન્નીના બે બાળકો છે. લગ્નના એક વર્ષ પછી ડિસેમ્બર ૨૦૧૯માં ગિન્નીએ દીકરી નાયરાને જન્મ આપ્યો હતો. ત્યારપછી તેણે એક દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ ત્રિશાન છે.SSS