Western Times News

Gujarati News

વહેપારી ઉઘરાણીના નાણાં ડેકીમાં મુકી ડેરી પર દુધ ખરીદવા જતાં તસ્કરો ત્રાટક્યા

પ્રતિકાત્મક

ન્યુ રાણીપમાં ડેકીમાં રોકડા રૂપિયા ભરેલા એક્ટિવાની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો આંક હવે વધવા લાગ્યો છે અનલોક-ર માં ચોરી અને લુંટફાટની ઘટનાઓ ખૂબ જ ઝડપથી વધવા લાગી છે પોલીસતંત્ર પણ આરોપીઓને ઝડપી લેવા માટે સક્રિય બન્યુ છે આ દરમિયાનમાં શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે એક વહેપારીએ ઉઘરાણીના આવેલા નાણાં તથા દિવસભરના વકરાના રૂપિયા   એક્ટિવાની  ડેકીમાં મુકી ડેરી ઉપર દુધ લેવા જતા જ તસ્કરો એÂક્ટવાની ચોરી કરી પલાયન થઈ જતા સનસનાટી મચી ગઈ છે આ અંગે સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક્ટિવાની કુલ રૂ.૧.૬૦ લાખ રોકડા પડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક-ર દરમિયાન હવે ચોરી અને લુંટફાટની વધતી જતી ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે શહેરમાં ચીલઝડપ કરતી ગેંગ ફરી એકવાર સક્રિય બની છે અને રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક વધવા લાગ્યો છે

શહેરના કુબેરનગર વિસ્તારમાં બંધ મકાનમાંથી રૂ.પ૦ લાખની ચોરીની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે આમ શહેરમાં હવે તસ્કરો અને લુંટારુઓનું રાજ ફરી એકવાર શરૂ થયું હોય તેવી પરિસ્થિતિ  જાવા મળી રહી છે શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા શ્યામ સૃષ્ટિ ફલેટમાં રહેતા રાકેશ બાબુભાઈ જૈનની ચાંદલોડિયા નિર્ણયનગર સેકટર-ર માં પાન-મસાલાની હોલસેલની દુકાન આવેલી છે.

રાકેશ જૈન નિત્યક્રમ મુજબ ગઈકાલે પોતાની દુકાને ગયા હતા અને તેઓ નિયમિત માલ ખરીદતા વહેપારીને ઉધારમાં પણ માલ આપે છે અને તેની ઉઘરાણી પણ જાતે જ કરે છે ગઈકાલે બપોરે અઢી વાગ્યે તેઓ ઉઘરાણી કરવા નીકળ્યા હતા સૌ પ્રથમ ચાંદલોડિયામાં જ વહેપારી હરેશભાઈ પાસેથી બાકીના રૂ.૯૭ હજારની ઉઘરાણી કરી આ રૂપિયા એક્ટિવાનીડેકીમાં મુકયા હતા આ ઉપરાંત અન્ય ત્રણ વહેપારીઓ પાસેથી પણ રાકેશભાઈએ રૂપિયાની ઉઘરાણી કરી હતી ઉઘરાણી કરી તેઓ દુકાને પરત ફર્યાં હતાં.

વહેપારીઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા તેમણે ડેકીમાં જ મુકયા હતા અને ત્યારબાદ સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ પોતાની દુકાન બંધ કરી દુકાનના વકરાના નાણાં પણ ડેકીમાં મુકયા હતા તેઓ પોતાનુ એક્ટિવા લઈ ન્યુ રાણીપ ખાતે પોતાના નિવાસસ્થાને જવા નીકળ્યા હતાં આ દરમિયાનમાં ઘરની નજીક જ આવેલી ડેરીમાં તેઓ દુધ અને છાશ ખરીદવા ઉભા રહયા હતાં માત્ર ર થી ૩ મિનીટમાં જ તેઓ દુધ અને છાશ ખરીદી પરત ફર્યા ત્યારે તેમનું એક્ટિવાની ચોરાઈ ગયું હતું જેના પરિણામે તેઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં.

સૌ પ્રથમ સ્થળની આસપાસ તપાસ કરવામાં આવી હતી પરંતુ એÂક્ટવા જાવા મળ્યું નહતું રાકેશભાઈના જણાવ્યા અનુસાર ડેકીમાં કુલ રૂ.૧.૬૦ લાખ રોકડા પડયા હતાં આ અંગેની જાણ સાબરમતી પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોચી ગઈ હતી અને સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.