વહેમ રાખી મહિલાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રહેતી ૪૦ વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે મહિલાએ સગાઈ કરી ત્યારે તેણે લીવરમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવતા ડોક્ટરે બાળકો નહિ થાય તેવું કહ્યું હતું. જાેકે મહિલાને હાલ સંતાન છે. તે સમયે આ વાત જાણી તેની સાસુ અને તેના સસરાએ લગ્ન ન કરાવવાનું કહ્યું હતું પણ મહિલાએ મંદિરમાં જઈને લગ્ન કરી સંસાર માંડ્યો હતો. બાદમાં તેનો પતિ શક વહેમ રાખી તેને ત્રાસ આપતો અને માર પણ મારતો હતો.
ત્રણેક દિવસ પહેલા મોડી રાત્રે મહિલાના પતિએ શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું પણ મહિલા કંટાળી હોવાથી ના પાડતા તેને ત્રાસ આપી બબાલ કરી માર મારતા હવે પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ખાડીયા માં રહેતી ૪૦ વર્ષીય મહિલા નો પતિ રાયપુર ખાતે કોસ્મેટિક્સની દુકાનમાં નોકરી કરે છે. મહિલાને સંતાનમાં બે બાળકો છે. તેના સાસુ સસરા તેનાથી અલગ રાયપુર રહે છે જ્યારે દિયર કચ્છ રહે છે. વર્ષ ૧૯૯૯માં આ મહિલાની સગાઈ એક યુવક સાથે થઈ હતી અને ચારેક વર્ષ આ સગાઈ રહી હતી.
આ દરમિયાન મહિલાને પેટમાં લીવર ઉપર ગાંઠ નું ઓપરેશન કરાવતા ડોક્ટરે મહિલાને બાળકો નહિ થાય તેવું જણાવ્યું હતું. જેથી મહિલાની સાસુ અને સસરાએ તેમના દીકરા સાથે લગ્ન કરાવવાની ના પાડી હતી. જાેકે આ લોકોની મરજી વિરુદ્ધ જઈને મહિલાએ યુવક સાથે મંદિરમાં જઈ વર્ષ ૨૦૦૩ માં લગ્ન કરી લીધા હતા અને બાદમાં તેના પતિ સાથે રહેવા લાગી હતી. આ મહિલા નો પતિ છેલ્લા ત્રણેક માસથી તેની પર શક વહેમ રાખી તેને ત્રાસ આપતો હતો.
મહિલા કોઈની પણ સાથે ફોન પર વાત કરે તો તેનો પતિ આડા સબન્ધ હોવાનું માની તેને ત્રાસ આપતો હતો. ત્રણેક દિવસ પહેલા મહિલાના પતિએ અચાનક મોડી રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું પણ મહિલા કંટાળી હોવાથી મનાઈ કરતા તેની સાથે ઝગડો કરી માર માર્યો હતો. આ બાબતે સાસુ સસરાએ પણ તેમના દીકરાનું ઉપરાણું લઈ મહિલાને ત્રાસ આપતા મહિલાએ કંટાળી ખાડીયા પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.SSS