વહેલી તકે રસી લઇ દેશને મહામારીમાંથી છુટકારો મેળવવામાં મદદ કરવી જોઇએ: બાઇડન
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડને ટ્વીટ કરેલા વીડિયોમાં પહેલા તેમની ઉંમર વિશે થોડો મજાક કરે છે, પછી તેમની શર્ટની સ્લીવમાં ફોલ્ડ કરે છે, કોરોનાવાયરસ રસીનો બૂસ્ટર ડોઝ લે છે, અને પછી લોકોને કોરોના વાયરસની રસી લેવાની સલાહ આપે છે. અમેરિકામાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં ૬ લાખ ૮૮ હજાર લોકોનાં મોત નીપજ્યાં છે અને હવે દેશમાં કોરોના વાયરસ રસીનો બૂસ્ટર ડોઝ આપવાનું પણ શરૂ થઈ ગયું છે, જેના માટે તેમની ટીકા થઈ રહી છે.
કોરોના વાયરસ રસીનો બૂસ્ટર ડોઝ લીધા બાદ યુએસ પ્રેસિડેન્ટ જાે બાઇડને જણાવ્યું કે, અમેરિકામાં જેમણે હજૂ સુધી રસી લીધી નથી તેમને વહેલી તકે રસી લેવી જાેઈએ અને દેશને આ મહામારીમાંથી છુટકારો મેળવવામાં મદદ કરવી જાેઈએ.
બાઇડન જાે બાઇડને લોકોને સંબોધતા જણાવ્યું કે, હું એક વાતને ખૂબ સ્પષ્ટ કરવા માંગુ છું કે, બૂસ્ટર ડોઝ મહત્વનો છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આપણે વધુ લોકોને રસી કરાવવી જાેઈએ. તેના પહેલો કે બીજા ડોઝ બાદ તેની કોઈ આડઅસર થઇ ન હતી. ત્રીજા ડોઝ બાદ પણ નહીં થાય તેવી આશા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડન જેમની ઉંમર ૭૮ વર્ષ છે, ગયા વર્ષે ૨૧ ડિસેમ્બરના રોજ પ્રથમ અને ૧૧ જાન્યુઆરીના રોજ બીજાે ડોઝ મેળવ્યો હતી.
આવા સમયે બાઇડનની પત્ની જીલ બાઇડન જે ૭૦ વર્ષની છે, કોરોના વાયરસ રસીના બંને ડોઝ પહેલાથી જ લઈ ચૂકી છે અને હવે તે રસીનો બૂસ્ટર ડોઝ પણ લેશે. ઉલ્લેખનીય છેકે, ડેલ્ટા વેરિએન્ટે અમેરિકામાં ઘણી તબાહી મચાવી છે અને ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે.HS