વાંસળી ગ્રૃપ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

તસવીરઃ જીત ત્રિવેદી, ભિલોડા
(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંસળી ગામની વાંસળી ગ્રૃપ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ હતી.ભિલોડા-મેઘરજ ધારાસભ્ય ર્ડા.અનિલભાઈ જાષીયારા,વાંસળી ગ્રૃપ ગ્રામ પંચાયત સરપંચ ઈન્દુબેન ભાવિનભાઈ તબીયાર, સી.ડી.પી.ઓ. સહિત ગ્રામજનોની ઉપÂસ્થત રહ્યા હતા.વાંસળી ગ્રૃપ ગ્રામ પંચાયત મતવિસ્તારના પ્રાણ પ્રશ્નો સત્વરે હલ કરવા ઉગ્ર ધારદાર રજુઆતો કરાઈ હતી.કમઠાડીયા-સુરપુર ગામને અલગ રેવન્યું વિલેજ અને અલગ કોડ નંબર ફાળવવામાં આવે તેવી માંગણી સંદર્ભે અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.વાંસળી ગ્રૃપ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા દરમ્યાન ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.*