વાંસિયા ઘર આગણે છાપરામાં બાંધેલ બકરાઓ પર દીપડાનો હુમલો
બકરાનું મારણ કરી બીજા બકરા પર હુમલો કરી ઘાયલ કર્યો
સંજેલી: સંજેલી તાલુકાના વાંસિયા મકુલ ઘાટી ફળિયામાં ઘર આંગણે છાપરામાં બાંધેલા 6 બકરા પૈકી એક બકરાનું મારણ કરી બીજા બકરા પર દીપડાએ હુમલો કરી દોરી સાથે ચણાના ખેતરમાં ઘસડી એક બકરાનું મારણ કરી બીજા બકરાને ઘાયલ કરી દીપડો ફરાર થઇ જતાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો
સંજેલી તાલુકામાં મોટાભાગના જંગલ વિસ્તાર આવેલા છે થોડા દિવસ અગાઉ સંજેલી રણુજાધામ ખાતે ઘર આંગણે બાંધેલા બે બકરાને મોત નીપજાવી દીપડો ફરાર થઇ ગયો હતો આજે ફરી વાંસીયા ગામે મુકુલ ઘાટી ફળિયામાં રહેતા રાઠોડ ગુમાનભાઇ દીતાભાઇ ના ઘર આંગણે છાપરામાં છ બકરા બાંધ્યા હતા જેમાંથી એક બકરાનું મારણ કરી બીજા બકરા પર હુમલો કરી બકરાઓના અવાજ થતાં ઘરના લોકો જાગી જતાં દીપડો બકરાને ઘાયલ કરી ફરાર થઇ ગયો હતો વન વિભાગ ને જાણ થતાં સ્થળ પર જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વાંસીયા ગામે મુકુલ ઘાટી ફળિયામાં રહેતા રાઠોડ ખુમાનભાઇ દીતાભાઇ ના છાપરાનીચે છે 6 બકરાઓ હતા અચાનક એક દીપડો આવી ઘર આપણે છાપરામાં બાંધેલ બકરીઓને દોરી સાથે ખેતરમાં ઘસડી લઈ જઇ એક બકરાનું મારણ કરી નાખ્યું હતું જ્યારે બીજા બકરાને ઘાયલ કરી નાસી ગયો હતો જેની સવારમાં જાણ થતાં વન વિભાગને જાણ કરાતા વનવિભાગ ઘટની ટીમ દોડી આવી હતી પીએમ માટે પશુ દવાખાને જાણ કરી હતી દીપડો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં ગયો સ્થળની તપાસ કરી આગળની તીજ હાથ ધરી છે.