વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓની શરૂઆત
મેસ્સી મૂઍન્ચેન ઇન્ડિયા ધ્વારા હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 3 મેગા એક્ઝિબિશનનું આયોજન
(જનક પટેલ ગાંધીનગર) વર્ષ 2022 ની 10 વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા ગુજરાત સરકારે તૈયારી પુરજોશમાં શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં 15 દેશ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધો હતો ત્યારે આ વર્ષે ૨૫ દેશ આ સમિટમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ થી મેસ્સી મૂઍન્ચેન ઇન્ડિયા ધ્વારા તા 2 થી તા 4 ડિસેમ્બર 2021 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 3 મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહત્ત્વના ત્રણ એકક્ષ્પો જેવા કે ડ્રિન્ક ટેકનોલોજી ઇન્ડિયા IFAT ઇન્ડિયા અને ઈન્ટર સોલાર ઇન્ડિયા જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝના એકસ્પો એક્ઝિબિશન યોજાશે.
ડ્રિન્ક ટેકનોલોજી એ ભારત દેશમાં પીણા ઇન્ડસ્ટ્રીઝ, ડેરી અને લિક્વિડ ફૂડ સેકટર માટે નો મેળો છે IFAT ઇન્ડિયા એ પાણી ઘટના ઘન કચરો અને રિસાયક્લિંગ ક્ષેત્ર માટેનું પ્લેટફોર્મ છે અને ઈન્ટર સોલાર એ સૌર ઉર્જા, પીવી ઉત્પાદન અને થર્મલ તકનીકોનું પ્રદર્શન છે.
આ ત્રણેય મેળા નો ઉદ્દેશ પ્રદશકો, ખરીદદારો અને મુલાકાતીઓ માટે આકર્ષક અનુભવ બનાવવા માટે એક નવીનતમ ઉચ્ચતમ અને શ્રેષ્ઠતમ ટેકનોલોજી પ્રદાન કરવા માટેનો છે, તેમજ નવા બિઝનેસની તકો પૂરી પાડવાનો છે