વાઇબ્રન્ટ ગુજરાત યોજવા અત્યારથી જ ઉદ્યોગપતિઓ સાથે બેઠક શરૂ
અમદાવાદ: કોરોનાના કારણે પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત પર ગ્રહણ લાગ્યુ હતુ. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય તેવા ઉજળા સંજાેગો છે જેના કારણે રાજ્ય ઉદ્યોગ વિભાગમાં અત્યારથી ધમધમાટ શરૂ થયો છે. ઉદ્યોગ વિભાગના સનદી અધિકારીઓએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ ઉપરાંત વેપારી મહામંડળો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુ રહેશે.
ગુજરાતમાં કોરોનાની ગતિ લગભગ મંદ પડી છે. આ જાેતાં વાઇબ્રન્ટ ગુજરાત જાન્યુઆરી-૨૨માં નિયત સમયે યોજાય તેવી શક્યતા જાેવાઇ રહી છે. જેના કારણે અત્યારથી ગુજરાત સરકારમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સૂત્રોના મતે, ગુજરાતમાં મૂડીરોકાણ માટે કયા કયા દેશને આમંત્રિત કરવા એ મુદ્દે પણ આયોજન થઇ રહ્યુ છે. સાથે સાથે કયા સનદી અધિકારીને કયા દેશમાં મોકલવા તે અંગે પણ ચર્ચાઓ થઇ રહી છે.
આ દરમિયાન, અમદાવાદ, રાજકોટ, સુરત , વલસાડ સહિતના શહેરોમાં ઉદ્યોગ વિભાગે ઉદ્યોગપતિ ઉપરાંત વેપારી મહામંડળો સાથે બેઠકોનુ આયોેજન કર્યુ છે.આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતનુ ફોક્સ સૃથાનિક લોકોને રોજગારી મળે તેના પર હશે પરિણામે વિદેશથી આવતા ઉદ્યોગોની સાથે સાથે ગુજરાતના નાના ઉદ્યોગો ધમધમતા થાય તે રાજ્ય સરકારનો મુખ્ય હેતુ હશે.
કેટલાંય મોટા ઉદ્યોગોએ ગુજરાતમાં જમીનો,સબસીડી સહિતની રાહતો તો મેળવી લીધી પણ હજુ સૃથાનિકોને રોજગારી આપી શક્યા નથી. ગુજરાત વિધાનસભામાં ય આ મુદ્દો ઉછળ્યો છે. રોજગારીને લઇને મોટા ઉદ્યોગો સૃથાનિકોને રોજી આપવાના નિયમો પાળવા તૈયાર નથી જેના કારણે સરકારને બદનામી મળી રહી છે સાથે સાથે રોજગારીનો પ્રશ્ર ફેણ માંડીને ઉભો રહ્યો છે ત્યારે વર્ષ ૨૦૨૨માં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત સરકાર સૃથાનિકોને વધુ રોજગારી મળે તે દિશામાં આયોજન કરી રહી છે.