વાઈસ પ્રેસીડેન્ટે નવી કંપનીમાં જાેડાતાં જુની કંપનીનો ડેટાનો દુરૂપયોગ કરવાની ફરીયાદ
અમદાવાદ : જી રોડ પર આવેલી એક કંપનીમાં જાેડાયેલા કર્મચારીએ સારી વર્તુણૂક રાખતા કંપનીએ તેને ઉચ્ચ હોદો આપ્યો હતો અને કંપનીનો તમામ કોન્ફીડેન્સીયલ ડેટા પણણ આપી દીધો હતો. જા ક તે આ વ્યક્તિ હરીફ કંપની સાથે જાેડાયા બાદ કંપનીએ તેની ઉપર ડેટા ચોરી અને રૂપિયા બારોબાર પડાવી લેવાનો આરોપ મુક્યો છે.
દિપક મનોહર (૩૭) મણીનગર ખાતે રહે છે અને ઈસ્કોન એવન્યુ સી જી રોડ ખાતે આઈઆઈઆઈ ઈએમ એકઝીમ ટ્રેઈનીંગ પ્રા લી નામની કંપની દ્વારા ઈમ્પોર્ટ એકસપોર્ટની ટ્રેનીંગ આપવાનુ કામ કરે છે તથા પોતાની મનોહર ઈન્ટરનેશન નામે અન્ય કંપની પણ ચલાવે છે વર્ષ ૨૦૧૫મા તેમની ઓફીસમા વૈભવ શર્મા વાસણા, જાેડાયા હતા જેમની વર્તણૂક જાઈ દિપકે તેમને સતત પ્રમોશન આપ્યા બાદ છેલ્લે મોટા હોદ્દા પર બેસાડયા હતા તથા કંપનીના પોલીસી સપ્લાયર મેન્યુફેક્ચર એક્સપોર્ટ બાબતોની કોન્ફીડેન્શીયલ માહીતી તેમને આપી હતી ઉપરાંત તેમને મોબાઈલ તતા લેપટોપ પણ આપવામા આવ્યા હતા.
જાે કે વૈભવ તથા અન્ય એક વ્યક્તિ ધર્મેશ મણીલાલ સોની (વડોદરા) એ કેટલાક સમય આગઉ પોતાની નોકરી માથી રાજીનામુ આપી હરીફ કંપનીમાં જાેડાઈ ગયા હતા.
ત્યારથી દિપકભાઈની કંપનીનુ વેચાણ સતત ઘટતા તેમને શંકા ગઈ હતી જેનો પગલે તપાસ કરાવતા વૈભવ ધર્મેેશ તેમની કંપનીનો કોન્ફીડેન્શીયલ ડેટા ચોરીને હરીફ કંપની માટે ઉપયોગમાં લીધો હોવાની જાણ થઈ હતી ઉપરાંત વૈભવ શર્માએ દિપકભાઈની ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રીયુટના વિદ્યાર્થીઓ પાસેથી બારોબાર ફી પણ ઉધરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
જેથી દિપકભાઈએ વૈભવ તથા ધર્મેશ વિરુદ્ધ પોતાની જ સંવેદનશીલ માહીતી ચોરીને ગ્રાહકો તથા વિદ્યાર્થીઓને લાલચો આપીને હરીફ કંપનીમા તબદીલ કરી કંપનીને મોટું આર્થિક નુકશાન પહોંચાડવાની તથા વિધાર્થીઓની ફી બારોબાર ઉઘરાવીને રૂપિયા વાપરી નાખવાની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પોલીસે આ અંગે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે.