વાગરાના ભેરસમ ગામ નજીક યુવાનની ગોળી મારી કરાયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
યુવાનના મિત્રએ સાળાની મદદથી હત્યા કરી હોવાનું બહાર આવ્યું ઃ રૂપિયાની લેતીદેતીમાં કરાઈ હત્યા
(પ્રતિનિધી) ભરૂચ, વાગરાના ભેરસમ ગામ નજીક યુવાન પર ત્રણ ગોળી ધરબી દઈ મોત ને ઘાટ ઉતારી દેવાના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકો માં જ ઉકેલતા હત્યા યુવાનના મિત્રએ સાળાની મદદથી કરી હોવાનું બહાર આવ્યું હતું.જેમાં પોલીસ આરોપી સાળા બનેવી ની અટકાયત કરી તપાસ હાથધરી છે.
વાગરા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઈ.ડી.સી વાળા સુમસામ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટના થાંભલા પાસે ગુરુવાર ની રાત્રે કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણસર છાતીના ભાગે બે ગોળી તથા ગરદનના પાછળના ભાગે એક ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
ગુનાની ગંભીરતાને સમજી પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહીલ જંબુસર તેમજ ભરૂચ એલ.સી.બી,એસ.ઓ.જી.પેરોલ ફ્લો તથા સ્થાનીક પોલીસની ટીમ સાથે તાત્કાલીક બનાવવાની જગ્યા પર પહોચી ગયા હતા.
જ્યાં ગુના વાળી જગ્યાનું બારીકાઈથી વિઝીટ કરતા જાણવા મળેલ કે મરણ જનાર ઇસમ વિલાયત નો નામ અશ્વિનભાઈ ઉફ શંભુ રમેશભાઈ પટેલ છે.વધુમાં જાણવા મળેલ કે તે જ્યુબીલેન્ટ કંપનીમાં નોકરી કરે છે.જેથી વાગરા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરેલ.આ ગુનો ડિટેક્ટ કરવાની કામગીરી દરમ્યાન હુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે હાલ વાગરા માં રહેતો મૂળ બિહાર નો સરફે આલમ મહંમદ સમસુદીન મનસુરી તથા બિહાર ના ખમીયા ઈનરવા નો મસીહુલ આલમ રિફુલ આજમ ભોલામીયાએ ભેગા મળી આ ગુનાને અંજામ આપેલ છે.જેથી તેઓ બન્નેને વાગરા ખાતેથી ઝડપી લઈ વાગરા પોલીસ સ્ટેશન લાવી ક્રોસ પુછપરછ કરતા ભાંગી પડેલ અને ગુનો કર્યાની કબુલાત કરતા બન્નેની અટકાયત કરી આગળની વધુ તપાસ વાગરા પોલીસ ચલાવી રહેલ છે.
પોલીસ ની પ્રાથમિક પૂછપરછ મા આરોપી સરફેનું જ્યુબીલેન્ટ કંપનીમા તથા ફર્મેટા બાયોટેક તથા ઘરદા કેમીકલ કંપનીમાં ઈલેક્ટ્રીકલ જાેબ વર્કનું કામ ચાલતું હતું જેમાં જ્યુબીલેંટ કંપનીમાં કામ કરતા મરણ જનાર અશ્વિન ઉર્ફે શંભુનાઓ સાથે ૨૦૦૯ થી મિત્રતા થયેલ અને ત્યાર બાદ તેઓની સાથે પૈસાની લેવડદેવડનો વ્યવહાર ચાલતો હતો.
આ નાણા કીય લેતી દેતીના વ્યવહારમાં તેમની વચ્ચે કોઈ કારણસર ખટરાગ થયેલ જેથી આરોપી સરફે આલમે અશ્વિન પટેલનું ખુન કરવા માટે તેના સગા સાળા મસીહુલ આલમ રહેફુલ આઝમ ભોલેમીયાનાઓને હથીયાર સાથે બિહારથી બોલાવેલ,આ હથીયાર મસીહુલ આલમે પકડાઈ જવાના ડરથી બિહારથી બસમાં ચોખાની બોરીમાં સંતાડી લાવેલ અને સરફે આલમ તથા મસીહુલ આલમે ભેગા મળી જાનથી મારી નાખવાનું પુર્વ આયોજીત કાવતરૂ રચી
આ અશ્વિન ને સાયખા જી.આઈ.ડી.સી.માં આવેલ ભેરસમ ગામ જવાના સુમસામ રસ્તા ઉપર ધંધાકીય મિટીંગ માટે બોલાવી પુર્વ આયોજન મુજબ સરફે આલમે તેને વાતોમાં ભેળવી રાખેલ અને મસીહુલ આલમે પાછળથી ગરદન ઉપર તથા છાતી ઉપર બે રાઉન્ડ આમ કુલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તે અંગે માહિતી આપી હતી.
આ તપાસમાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? અને ગુનાના કામે વપરાયેલ હથીયારની તપાસ પોલીસે હાથ ધરી છે.ત્યારે તેમાં વધુ શુ બહાર આવે છે તે જાેવું રહ્યું.*