Western Times News

Gujarati News

વાગરા તાલુકામાંથી લોખંડના સળિયા, બે ટ્રેલર સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા

૨૪ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથધરી

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના મૂલેર ગામ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ટ્રક ટ્રેલરને વાગરા પોલીસે ઝડપી લઈ ૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતો.

તે દરમ્યાન દહેજ તરફથી મુલર બાજુથી ટ્રેલર નંબર જીજે ૧૨ બીટી ૯૦૦૯ માં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા.તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતાં તેઓ કોઈપણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

પોલીસે શંકાસ્પદ લોખંડના સળીયાનો જથ્થો જપ્ત કર્યો હતો.તો બીજી તરફ પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી.

જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર જીજે ૦૩ બીવી ૮૮૨૮ પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાય આવ્યું હતું. બંને ટ્રેલરની કિંમત ૨૨ લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળીયાના જથ્થાની કિંમત ૨.૩૦ લાખ મળી કુલ ૨૪ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ,વંશ ઉર્ફે રિક્કી જીવણકુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.