વાઘજીપુર પે.સે. શાળા અને ગાડીયારા પ્રાથમિક શાળાના બે આચાર્યોનું I.I.M દ્વારા સન્માનિત
અમદાવાદ આઈ આઈ એમ એ શિક્ષણક્ષેત્રે નવી પહેલ કરી છે શિક્ષકોની ઓનલાઈન તાલીમની શરૂઆત સમગ્ર ભારત દેશમાં ગુજરાત ની જાણીતી આઈ આઈ એમ અમદાવાદે કરી જેમાં સેતુ ઓનલાઈન તાલીમાં ગુજરાત ના મુખ્ય શિક્ષક અને સમર્થન ૧/૨ તાલીમમાં આશરે હજારો શિક્ષકોએ તાલીમનો લાભ લીધો જે તાલીમ મોડ્યુલમાં કેસ સ્ટડી તરીકે ગુજરાત ના જૂજ શિક્ષકો નો પ્રયોગો પસંદ થયા.
જેમાં કપડવંજ ના બે આચાર્યો વાઘજીપુર પે.સે. શાળા ના કુલદીપસિંહ ચૌહાણ અને ગાડીયારા પ્રાથમિક શાળાના મીનેષભાઈ પ્રજાપતિ ના પ્રયોગ આખા ગુજરાત ના શિક્ષકોને લાભન્વિત થયા હોવાથી ૨૪ ડિસેમ્બરના રોજ આઈ.આઈ.એમ. અમદાવાદ ખાતે યોજાયેલ સાર્થર કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ના અસંખ્ય શિક્ષકો પૈકી સમગ્ર ખેડા જીલ્લા માંથી ૯ શિક્ષકો નું સન્માન કરાયું હતું આગાઉ પણ કપડવંજ તાલુકાના આ બે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.