વાઘોડિયા GIDCની એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા લાગી આગ
વડોદરા: વાઘોડિયા આવેલી જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી ફરી વળ્યા હતા. આગની ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા, અપોલો, ગેલ ઈÂન્ડયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવવાનું આરંભ્યું હતું.
છેલ્લા બે કલાકથી પણ વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ હજી પણ કાબુ બહાર છે. ત્યારે આગ કાબુ બહાર જયા એગ્રો ઈન્ડસ્ટ્રીઝની સામે બાજુ આવેલ ગેલ ઈન્ડિયા ગેસ ઓથોરિટીના સંચાલકોનો જીવ પડીકે બંધાયો છે.
જા આગ કાબુમાં ન આવે તો ત્યાં પણ આગ પ્રસરી શક છે. આ આગથી કરોડોનું નુકસાન થવાની સંભાવના છે. જાકે, આગની હોનારત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આખે આખી કંપની આગની લપેટોમા આવી ગઈ છે. એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ચારે ચાર શેડ આગની લપેટમાં છે. આગ લાગવા પાછળનુ કારણ હજી અકબંધ છે.
પરંતુ આકાશમાં આગના ઘુમાડા ફરી વળતા સ્થાનિક લોકો પણ ચિંતાતુર બન્યા છે. આગ વહેલી તકે કાબુમાં આવે તે પ્રયાસોમાં ફાયર બ્રિગેડ સવારથી કાર્યરત છે. પ્રાથમિક દૃષ્ટિએ કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવા સતત કેમિકલ ફોગિંગ નાંખવાનું શરૂ કરાયું છે.